PF ક્લેમ કરતી વખતની મોટી અડચણ દૂર, આધાર ફરજિયાત નહીં, હવેથી આ ડોક્યુમેન્ટ જરૂરી
December 04, 2024
ઈપીએફઓએ પીએફ ક્લેમ મુદ્દે ફરી નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે પીએફ ક્લેમ કરવા માટે આધાર કાર્ડની જરૂર રહેશે નહીં. પરંતુ આ નિયમ તમામ કર્મચારીઓ માટે લાગુ નહીં થાય, અમુક ખાસ કેટેગરીના સભ્યો માટે જ છે. આ છૂટ અમુક કેટેગરીના કર્મચારીઓ માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)ને આધાર સાથે લિંક કરાવવાની મંજૂરીમાં છૂટના ભાગરૂપે છે. આ પગલાંથી જે કર્મચારીઓ માટે આધાર નંબર લેવો મુશ્કેલ છે અથવા સંજોગોવશ આધાર જેવા ડોક્યુમેન્ટ મળી રહ્યા નથી, તેઓને લાભ થશે. EPFO હેઠળ નોંધાયેલા આંતરરાષ્ટ્રીય કર્મચારીઓને આ ફેરફાર હેઠળ મુક્તિ આપવામાં આવી છે. તેમાં એવા પણ કર્મચારીઓ સામેલ છે કે, જેઓ ભારતમાં કામ કર્યા બાદ પોતાના દેશ પરત ફર્યા હોય અને આધાર મેળવી શકવા સક્ષમ નથી. તદુપરાંત, આ અંતર્ગત વિદેશી નાગરિકતા ધરાવતા ભારતીયો, કાયમી ધોરણે વિદેશ ગયેલા ભૂતપૂર્વ ભારતીય નાગરિકો અને નેપાળ અને ભૂટાનના નાગરિકોને પણ મુક્તિ આપવામાં આવી છે. આધારની અનિવાર્યતા EPF&MP એક્ટ હેઠળ આવરી લેવામાં આવેલા કર્મચારીઓ માટે લાગુ નહીં થાય, જેઓ ભારતની બહાર રહે છે અને આધાર કાર્ડ ધરાવતા નથી. આ ફેરફારથી હજારો કર્મચારીઓને લાભ મળશે. ઈપીએફઓ હેઠળ ક્લેમ કરવા માટે તેમના માટે એક અલગથી વિકલ્પ આપવામાં આવશે. કર્મચારીઓની આ કેટેગરી માટે, EPFO એ અન્ય દસ્તાવેજો દ્વારા PF ક્લેમની પતાવટ કરવાની મંજૂરી આપી છે. જેમાં વેરિફિકેશનના ભાગરૂપે પાસપોર્ટ, નાગરિકતા પ્રમાણપત્ર અથવા અન્ય સત્તાવાર ID પ્રૂફ. ચકાસણી PAN, બેન્ક ખાતાની વિગતો અને અન્ય પાત્રતા માપદંડો અપનાવવામાં આશે, રૂ. 5 લાખથી વધુના ક્લેમ માટે, સભ્યના એમ્પ્લોયર પાસેથી ચકાસવામાં આવશે. EPFO દ્વારા બનાવવામાં આવેલા નિયમો અનુસાર, અધિકારીઓએ કોઈપણ ક્લેમની પતાવટ માટે કાળજીપૂર્વક તપાસ કરવી જોઈએ. ત્યારબાદ, એપ્રૂવલ ઓફિસર-ઇન-ચાર્જ (OIC) મારફત ઇ-ઓફિસ ફાઇલ દ્વારા મંજૂરી મેળવવી જરૂરી છે. કર્મચારીઓને UAN નંબર જાળવવાની અથવા અગાઉના સર્વિસ રેકોર્ડને સમાન UAN નંબર પર ટ્રાન્સફર કરવાની સલાહ આપવામાં આવે છે. આનાથી ક્લેમ મેળવવાનું સરળ બને છે.
Related Articles
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી પાસે કરોડોની સંપત્તિ, પણ કાર નહીં, શેરમાર્કેટમાં પણ રોકાણ ઝીરો
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી પાસે કરોડોન...
હિંસાગ્રસ્ત સંભલ જતાં રાહુલ-પ્રિયંકા દિલ્હી પરત, યુપી સરકાર તરફથી પરવાનગી ન આપવામાં આવી
હિંસાગ્રસ્ત સંભલ જતાં રાહુલ-પ્રિયંકા દિલ...
Dec 04, 2024
હવે ભગવાન શ્રીકૃષ્ણને જાટ ગણાવાતા વિવાદ, મથુરામાં બજાર-ચોકમાં દિવાલો પર લખી દેવાયું
હવે ભગવાન શ્રીકૃષ્ણને જાટ ગણાવાતા વિવાદ,...
Dec 04, 2024
15 સેકન્ડમાં 5 લોકોને કાળ ભરખી ગયો, રાજસ્થાનમાં સામ-સામે બે કાર વચ્ચે ભીષણ ટક્કર
15 સેકન્ડમાં 5 લોકોને કાળ ભરખી ગયો, રાજસ...
Dec 04, 2024
સુવર્ણ મંદિરમાં ગોળીબાર, પૂર્વ ડે.સીએમ સુખબીર બાદલ પર જીવલેણ હુમલાથી હડકંપ
સુવર્ણ મંદિરમાં ગોળીબાર, પૂર્વ ડે.સીએમ સ...
Dec 04, 2024
Trending NEWS
15 સેકન્ડમાં 5 લોકોને કાળ ભરખી ગયો, રાજસ્થાનમાં સા...
04 December, 2024
શેરબજાર સળંગ બીજા દિવસે સુધર્યા, સેન્સેક્સે ફરી 81...
04 December, 2024
2025માં પ્રથમ ચંદ્રગ્રહણ આ તારીખે થશે, જાણો કઈ રાશ...
04 December, 2024
સુવર્ણ મંદિરમાં ગોળીબાર, પૂર્વ ડે.સીએમ સુખબીર બાદલ...
04 December, 2024
ઉદ્ધવ ઠાકરે ફરી હિન્દુત્વની શરણે! બીએમસી ચૂંટણી પહ...
03 December, 2024
સરહદ પર શાંતિ વિના બંને દેશોના સંબંધો સામાન્ય ન રહ...
03 December, 2024
હવે ગરીબો કોર્ટ-કચેરીમાં પગ મૂકતાં ગભરાશે નહીં, સમ...
03 December, 2024
શિંદેની નારાજગી સમાપ્ત, ગૃહ ખાતાની જીદ પણ છોડી
03 December, 2024
મહારાષ્ટ્રમાં અજિત પવારે પણ ફસાવ્યો પેચ ! રાજ્યપાલ...
03 December, 2024
પારડી વિદ્યાર્થિની દુષ્કર્મ-હત્યા કેસ: આરોપી નીકળ્...
03 December, 2024
Dec 04, 2024