Breaking News :
વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ ભારત 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે ત્રણ T20 રમશે, શ્રેયસ ઐયર સુકાની; ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ રહેશે હેડ કોચ

હિંસાગ્રસ્ત સંભલ જતાં રાહુલ-પ્રિયંકા દિલ્હી પરત, યુપી સરકાર તરફથી પરવાનગી ન આપવામાં આવી

December 04, 2024

હિંસાગ્રસ્ત સંભલની મુલાકાતે જતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના કાફલાને ગાઝીપુર બોર્ડર પર અટકાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સંભલ ન પહોંચવા દેવાના પ્રયાસ કરતા પોલીસ પ્રશાસને તેમના કાફલાને ગાઝીપુર બોર્ડર પર અટકાવી દીધો હતો. પોલીસે તેમને સંભલ જવાની મંજૂરી નથી આપી. રાહુલ અને પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અન્ય પાંચ સાંસદો સાથે બુધવારે હિંસાગ્રસ્ત સંભલની મુલાકાતે રવાના થયા હતા પરંતુ તેમને ગાઝીપુર બોર્ડર પર અટકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રાહુલ અને પ્રિયંકા ગાંધી થોડીવાર ત્યાં રોકાઈને દિલ્હી પરત થઈ ગયા હતા. પોલીસે રાહુલ-પ્રિયંકાના કાફલાને ગાઝીપુર બોર્ડર પર લગભગ 30 મિનિટ સુધી રોકી રાખ્યો હતો. કોંગ્રેસે પોલીસ અધિકારીઓને કહ્યું કે, માત્ર 5 લોકોને જ જવા દેવા જોઈએ. જો કે, અધિકારીઓએ તેમને કહ્યું કે સંભલમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે. હમણાં ત્યાં ન જશો. પોલીસે રાહુલ ગાંધીને પરત ફરવાની અપીલ કરી હતી. ગાઝિયાબાદ પોલીસના DCP નિમિષ પાટીલે રાહુલ ગાંધી સાથે વાત કરી છે. તેમને સંભલની સ્થિતિ અંગે જણાવ્યું હતું અને તેમણે રાહુલને આગળ ન જવા વિનંતી કરી હતી. તેમની સાથે કેસી વેણુગોપાલ, કેએલ શર્મા, ઉજ્જલ રમણ સિંહ, તનુજ પુનિયા અને ઈમરાન મસૂદ પણ છે. રાહુલ અને પ્રિયંકા સંભલમાં તાજેતરની હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવાર  સાથે મળવાના ઈરાદા સાથે ત્યાં જવા માગતા હતા. જો કે, સ્થાનિક પ્રશાસને 10 ડિસેમ્બર સુધી સંભલમાં નેતાઓ અને સામાજિક કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી તરફ દિલ્હીની સરહદ પર પોલીસ તહેનાત છે અને બેરિકેડિંગ કરવામાં આવી છે. વહીવટીતંત્રની સંપૂર્ણ તૈયારી હતી કે, દિલ્હીની સરહદે જ રાહુલ ગાંધીને રોકી લેવામાં આવે.