દુનિયા વિકાસના મોડલ પર ફરી વિચાર કરે, ડ્રગ્સ-આતંકવાદ વિરુદ્ધ એક થાઓ: G20 સમિટમાં PM મોદીનું સંબોધન

November 22, 2025

G20 સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સાઉથ આફ્રિકા પહોંચ્યા હતા. 21થી 23 નવેમ્બર સુધી જોહાનિસબર્ગમાં આ સંમેલન યોજાઇ રહ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંબોધન કર્યું હતું.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી20 સમિટના ઉદ્ઘાટન સત્રમાં ત્રણ મોટા પ્રસ્તાવ મૂક્યા છે. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું, કે છેલ્લા ઘણા દાયકાથી G20 દુનિયાની અર્થવ્યવસ્થાને આકાર આપવાનું કામ કરી રહ્યું છે. આજના વિકાસ મોડલે મોટા સમુદાયને સંશાધનથી વંચિત રાખ્યા. વિકાસના આ મોડલે પ્રકૃતિનું અંધાધૂંધ દોહન કર્યું. જેમી અસર આફ્રિકા અને ગ્લોબલ સાઉથ પર પડી છે. એવામાં હવે સમય આવી ગયો છે કે દુનિયાના વિકાસ મોડલ પર ફરી વિચાર કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમિટમાં એવી પરંપરાઓનો મુદ્દો ઉઠાવ્યો જે સદીઓથી દુનિયાના વિભિન્ન ભાગોમાં પ્રકૃતિ સંતુલન, સામાજિક એકતા અને સાંસ્કૃતિક સ્મરસ્તા જાળવી રાખે છે. તેમણે કહ્યું કે ભારતીય જ્ઞાન પ્રણાલીના આધારે એક વૈશ્વિક પારંપરિક જ્ઞાન ભંડાર પ્રણાલી બનાવવી જોઈએ જેથી ટકાઉ જીવન માટેના અનુભવ સંરક્ષિત કરી આગામી પેઢી સુધી પહોંચાડી શકાય.