'તમે બિગ બોસ ચલાવતા નથી...', સાજિદ પર ગુસ્સે થયો સલમાન, અર્ચનાને અપશબ્દો-ધમકીનો પણ આપ્યો જવાબ

November 28, 2022

મુંબઈ: બિગ બોસના ઘરમાં આ સપ્તાહે મોટો હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આ ઘરમાં ઘણા સ્પર્ધકો વચ્ચે ઝઘડા જોવા મળ્યા હતા. જોકે અર્ચના અને સાજિદ ખાન વચ્ચે થયેલા ઝઘડા બાદ આ બંને સ્પર્ધોકોએ આખા શોમાં છવાઈ ગયા. એટલું જ નહીં સાજિદ અને અર્ચનાના ઝઘડા દરમિયાન બંનેએ એકબીજાને ઘણા અપશબ્દો કહ્યા. આ ઝઘડા બાદ સૌ કોઈ સલમાન ખાનની રાહ જોઈ રહ્યા હતા. વીકેન્ડ કા વારના એપિસોડમાં સલમાન ખાને ઘણા સ્પર્ધકોને આડેહાથ લીધા અને તેમાંથી એક સ્પર્ધક હતો સાજિદ ખાન... સાજિદ ખાન આ ગેમમાં અત્યાર સુધી સુરક્ષિત રમી રહ્યો હો, જોકે સાજિદે અર્ચના સાથે ઝઘડા બાદ ખુબ જ ખરાબ અપશબ્દોનો ઉપયોગ કર્યો. આ ઝઘટના બાદ સલમાન ખાન ગુસ્સે ભરાયો અને તેણે સાજિદને બરાબરનો ખખડાવી નાખ્યો. તો અપશબ્દો બોલવા પર અર્ચનાને પણ સલમાને આડેહાથ લીધી હતી. જોકે આ વખતે સલમાન સૌથી વધુ સેફ ગેમ રમી રહેલા સાજિદ પર વધુ ગુસ્સો થયો હતો.
દરમિયાન ઝઘડા દરમિયાન સાજિદ ખાને સલમાનને કહ્યું કે, હું ખુબ મોટો ડિરેક્ટર છું, હું તને બિગ બૉસમાંથી હટાવી શકું છું. એટલું જ નહીં સાજિદે અર્ચનાને પણ ઘણા અપશબ્દો કહ્યા. બીજી તરફ અર્ચનાએ સાજિદની કેપ્ટન્સી પર સવાલો ઉઠાવ્ય અને તેને ગુસ્સો કર્યો.
સલમાન ખાને સાજિદ પર ગુસ્સે થઈને કહ્યું, તમે મોટા ડિરેક્ટર હશો, પરંતુ તમે બિગ બોસ ચલાવતા નથી. અર્ચનાને શોમાંથી કોઈપણ બહાર કાઢી શકશે નહીં. અર્ચનાને હું પણ બહાર કાઢી શકતો નથી અન બિગ બૉસ પણ બહાર કાઢી શકશે નહીં. માત્ર દર્શકો જ નક્કી કરશે કે અર્ચનાને શોમાં રાખવી છે કે નહીં.
સલમાને વધુમાં કહ્યું કે, સાજિદને હંમેશા લાગે છે કે તે સાચો છે, જોકે તે સાચો નથી. જ્યારે સાજિદ ખોટો હોય, ત્યારે તેના મિત્રોએ તેને સમજાવવો જોઈએ. આ ઝઘડના અને સલમાનના ગુસ્સા બાદ બિગ બૉસે અર્ચના અને સાજિદે માફી માગીને એકબીજાને ગળે મળવાનું કહ્યું. આ બંને સ્પર્ધકોએ એકબીજાને ગળે લગાવી મિત્રતાનો હાથ લંબાવ્યો હતો. હવે આ દોસ્તી ક્યાં સુધી ચાલે છે, તે તો આગામી શૉમાં જ જોવા મળશે.