ઈઝરાયલના હુમલામાં દર 10 મિનિટે ગાઝામાં 1 બાળકનું મોત, ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયનો મોટો આરોપ

November 05, 2023

ગાઝામાં 7 ઓક્ટોબર બાદથી અત્યાર સુધીમાં 3900 બાળકોના મોત, 8067 ઘવાયા
1250 બાળકો ગુમ, તેમની હજુ સુધી કોઈ ભાળ મળી નથી

ગાઝા સ્ટ્રીપઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધની સ્થિતિ વચ્ચે બાળકો અને મહિલાઓની જાનહાનિને લઇને એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. હમાસ દ્વારા સંચાલિત ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના ઈમરજન્સી મેડિકલ સેન્ટરે આરોપ મૂક્યો છે કે ઈઝરાયલના હુમલામાં દર 10 મિનિટે એક બાળકનું મોત થઈ રહ્યું છે અને બે ઘાયલ થઈ રહ્યા છે. ઈમરજન્સી સેન્ટરના નિર્દેશક મોઆતાસેમ સલાહે રવિવારે એક નિવેદનમાં કહ્યું કે જ્યારથી ઈઝરાયલે ગાઝા પર હુમલા કરવાનું શરૂ કર્યું છે ત્યારથી 3,900 બાળકો મૃત્યુ પામી ચૂક્યા છે અને 8,067 બાળકો ઘાયલ થયા છે.