ઇઝરાયેલે યુદ્ધ વચ્ચે ભારત પાસેથી મંગાવ્યા 100,000 મજૂરો

November 07, 2023

અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ બાદ ગાઝા પટ્ટી પર ઇઝરાયેલ દ્વારા બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ઈઝરાયેલે તરત જ ભારત પાસેથી 100,000 કામદારોની માંગણી કરી છે. અમેરિકાના અહેવાલ મુજબ, ઈઝરાયેલની બાંધકામ કંપનીઓએ સરકાર પાસે 100,000 ભારતીય કામદારોની ભરતી કરવાની પરવાનગી માંગી છે જેથી કરીને 90 હજારથી વધુ પેલેસ્ટાઈનીઓને બદલી શકાય. 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદથી પેલેસ્ટાઈનની વર્ક પરમિટ રદ કરવામાં આવી છે.
 
પેલેસ્ટિનિયન કામદારો પરંપરાગત રીતે ઇઝરાયેલમાં બાંધકામ કંપનીઓમાં કામ કરે છે. 7 ઓક્ટોબરે થયેલા હુમલા બાદ આ લોકોને કામ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જેના કારણે હવે ઈઝરાયેલમાં તમામ બાંધકામનું કામ પૂર્ણ થંભી ગયું છે.

જે ઈમારતોનું બાંધકામ થોડા દિવસો પહેલા સુધી સતત ચાલતું હતું તે જગ્યાઓ હવે સાવ ખાલી છે. જે લોકોએ મકાનો ખરીદ્યા છે તેઓ બિલ્ડરો પર કામ ચાલુ રાખવા દબાણ કરી રહ્યા છે. ઇઝરાયલી બિલ્ડર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, 90 હજાર પેલેસ્ટિનિયન મજૂરોમાંથી 10 ટકા ગાઝાના છે અને બાકીના વેસ્ટ બેંકના છે.