છત્તીસગઢના રાયપુરમાં ટ્રેલર સાથે અથડાતા માલવાહક વાહનમાં બેઠેલા 13 લોકોના મોત

May 12, 2025

વહેલી સવારે એક ખરાબ સમાચાર આવ્યા છે. છત્તીસગઢના સારાગાંવના રાયપુર બદૌલા બજાર રોડ પાસે એક માલવાહક વાહન અને ટ્રેલર વચ્ચે ભયંકર ટક્કર થઈ. આ અકસ્માતમાં મહિલાઓ સહિત 13 લોકોના મોત થયા છે. મૃતકોમાં 4 બાળકો અને 9 મહિલાઓનો સમાવેશ થાય છે. ટ્રક અને ટ્રેલર અથડાતા જ જોરદાર અવાજ થયો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને અકસ્માતનો ભોગ બનેલા લોકોને મદદ કરી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ, આ અકસ્માત ત્યારે થયો જ્યારે માલવાહક વાહન ચૌથિયા છટ્ટીથી એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યું હતું. સામેથી આવી રહેલા ટ્રેલર અને માલવાહક વાહન વચ્ચે ભયંકર ટક્કર થઈ. ખારોરામાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર બાદ રાયપુરમાં હડકંપ મચી ગયો છે. આ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા હતા.

રાયપુરના બદૌલા બજાર રોડ પર સારાગાંવ નજીક એક ટ્રક અને ટ્રેલર વચ્ચે ભયાનક ટક્કર થઈ જેમાં 13 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. આ ઘટના એટલી ભયાનક હતી કે ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. ઘણા લોકો ઘાયલ પણ થયા હતા જેમને તાત્કાલિક રાયપુરની ડૉ. બી.આર. આંબેડકર મેમોરિયલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. કેટલાકની હાલત હજુ પણ ગંભીર છે.