આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી
May 12, 2025

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે આઠ વાગ્યે દેશવાસીઓને સંબોધિત કરશે. જેમાં તેઓ ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી શકે છે. તેમજ ભારતીય સેનાની બહાદૂરીને બિરદાવશે. ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર બાદ વડાપ્રધાન મોદીનું આ પ્રથમ જાહેર સંબોધન છે.
વડાપ્રધાન મોદી પહલગામ હુમલાનો બદલો લેવા ભારતીય સેના દ્વારા આતંકવાદનો સફાયો કરવા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરની સફળતા વિશે માહિતી આપી શકે છે. તેઓ ભારતીય સેનાની અભૂતપૂર્વ કામગીરીના વખાણ કરતાં તેમને સન્માન આપશે.
આજે બપોરે ભારતીય સેનાની ત્રણેય પાંખના ડીજીએ ઓપરેશન સિંદૂર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા તુર્કીયે ડ્રોન અને ચીનની મિસાઈલોને નષ્ટ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાનના અન્ય ડ્રોનને અમારા શોલ્ડર ફાયર હથિયારો વડે નિષ્ફળ બનાવવામાં આવ્યા હતાં. બીએસએફ જવાનો પણ અમારા આ અભિયાનમાં મજબૂતપણે જોડાયા હતાં. તેઓની મદદથી પાકિસ્તાનની નાપાક હરકતોનો સામનો કરી શક્યા. ભારતીય નૌસેનાએ પણ એટલો જ સહકાર આપ્યો છે. અમે સતત સર્વેલન્સના આધારે પાકિસ્તાનની હિલચાલ પર નજર રાખતાં રહ્યા. ભારતીય સેનાની ત્રણેય પાંખોની છાવણીઓ, એરફિલ્ડ, ડિફેન્સ યુનિટ સુરક્ષિત છે. તે આગળ જરૂર પડી તો કાર્યવાહી કરવા સક્ષમ છે.
ભારતીય સેના દ્વારા 7 મેના રોજ સવારે પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના નવ ઠેકાણાં પર ઓપરેશન સિંદૂર હાથ ધરાયું હતું. જેને મિસાઈલ્સ અને ડ્રોન દ્વારા નષ્ટ કરાયા હતાં. જેમાં 100 જેટલા આતંકવાદીઓનો સફાયો થયો હોવાનું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ભારતીય સેનાની આ કાર્યવાહી બાદ પાકિસ્તાની સેનાએ ભારતના 15 સૈન્ય સ્થળો પર હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતાં.
Related Articles
PM મોદીના નિવાસે ફરી મોટી બેઠક, ત્રણેય સૈન્ય પ્રમુખ સાથે રાજનાથ-CDS પણ પહોંચ્યા
PM મોદીના નિવાસે ફરી મોટી બેઠક, ત્રણેય સ...
May 12, 2025
ભારત-પાકિસ્તાન સીઝફાયરમાં અમેરિકાની દખલ મુદ્દે વિપક્ષ આક્રમક, સોશિયલ મીડિયા પર ઈન્દિરા ગાંધી ટ્રેન્ડમાં
ભારત-પાકિસ્તાન સીઝફાયરમાં અમેરિકાની દખલ...
May 12, 2025
ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ
ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગ...
May 12, 2025
છત્તીસગઢના રાયપુરમાં ટ્રેલર સાથે અથડાતા માલવાહક વાહનમાં બેઠેલા 13 લોકોના મોત
છત્તીસગઢના રાયપુરમાં ટ્રેલર સાથે અથડાતા...
May 12, 2025
આતંકવાદીઓના ઠેકાણાઓ અને પાકિસ્તાની એરબેઝ પર હુમલાની સેટેલાઇટથી પુષ્ટિ
આતંકવાદીઓના ઠેકાણાઓ અને પાકિસ્તાની એરબેઝ...
May 12, 2025
બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી, કહ્યું : પીએમ મોદીએ જે કહ્યું હતું તે કરી બતાવ્યું
બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્...
May 12, 2025
Trending NEWS

12 May, 2025