બજરંગી ભાઈજાન-ટુમાંથી નવાઝુદ્દિન સિદ્દિકીની બાદબાકી

May 12, 2025

મુંબઈ: સલમાન ખાનની 'બજરંગી ભાઈજાન' ફિલ્મનો બીજો  ભાગ  બની રહ્યો છે પરંતુ તેમાં નવાઝુદ્દિન સિદ્દિકીની બાદબાકી થઈ હોવાના સંકેત છે. ખુદ નવાઝુદ્દિન સિદ્દિકીએ કબૂલ્યું છે કે બીજા ભાગ માટે તેને હજુ સુધી કોઈ ઓફર આવી નથી. નવાઝે એક વાતચીતમાં કહ્યું હતું કે આ ફિલ્મનો બીજો ભાગ બનવાનો છે તેવી પણ તેને ખબર નથી. જોકે, તેણે કહ્યું હતું કે હું પહેલા ભાગમાં હતો એટલે બીજા ભાગમાં પણ મને કાસ્ટ કરવો  જ જોઈએ તેવો  મારો  કોઈ દુરાગ્રહ નથી. સ્ટોરી પ્રમાણે તેમને જરુર લાગશે તો તેઓ મને રોલ આપી  શકે છે. આ ફિલ્મમાં નવાઝે ટીવી જર્નાલિસ્ટ ચાંદ નવાબનો રોલ ભજવ્યો હતો. તેને આ રોલમાં બહુ પ્રશંસા મળી હતી.  થોડા  સમય પહેલાં એવા અહેવાલો પણ હતા કે સલમાન હાલ 'બજરંગી  ભાઈજાન ટૂ'ને થોડા  સમય માટે મુલત્વી  કરી ગલવાન વેલીની લડાઈ પરની ફિલ્મને પ્રાધાન્ય આપી રહ્યો છે.