નવસારીના ચીખલી પાસે આલીપોર બ્રિજ પર અકસ્માતમાં 4ના મોત

January 23, 2023

નવસારીના ચીખલી પાસે અકસ્માતમાં ચારના મોત થયા છે. જેમાં આલીપોર બ્રિજ પર કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. તેમજ અન્ય બે ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. તથા અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે.

ઉલ્લેખનીય છે કે કારમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા છે. જેમાં ચીખલી નજીક અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. તથા લોકોએ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આલીપોર બ્રિજ ઉપર કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાતા ઈનોવા કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. તથા બે લોકોને ગંભીર ઈજા થતા સુરતની હોસ્પિટલમાં ખસેડ્યા છે. નવસારી ડીવાયએસપી સહિતનો કાફલો સ્ટાફ ઘટના સ્થળે હાજર છે. તેમજ ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.