હિમાચલના હમીરપુરમાં દૂષિત પાણી પીવાથી 535 લોકો બીમાર

January 30, 2023

હિમાચલ પ્રદેશમાં હમીરપુર જિલ્લાના નાદૌન સબડિવિઝનના એક ડઝન ગામોમાં કથિત રીતે દૂષિત પાણી પીવાથી બીમાર પડેલા લોકોની સંખ્યા રવિવારે વધીને 535 થઈ ગઈ છે. જિલ્લાના બાણ, જંદગી ગુજરાન, જંદલી રાજપુતાના, પંયાલા, પઢીયાલુ, નિયતી, રંગાસ ચોકી હાર, થાણે અને સાંકર સહિતના એક ડઝન ગામોના લોકો પાણીજન્ય રોગની ઝપેટમાં આવી ગયા છે.

રંગાસ પંચાયતના પ્રમુખ રાજીવ કુમારે અગાઉ કહ્યું હતું કે બીમાર લોકોની સંખ્યા 300ને વટાવી ગઈ છે, જેમાંથી કેટલાકને હમીરપુરની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. દરમિયાન, અધિકારીઓએ જણાવ્યું કે બીમાર લોકોની સંખ્યા વધીને 535 થઈ ગઈ છે.

કુમારે કહ્યું કે જલ શક્તિ વિભાગ દ્વારા આપવામાં આવતું પાણી પીને દરેક ઘરમાં બેથી ત્રણ લોકો બીમાર પડ્યા છે. તેમણે કહ્યું કે એવું માનવામાં આવે છે કે પાણીમાં મોટી માત્રામાં બેક્ટેરિયા હોવાના કારણે આ બીમારી થઈ રહી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે બાંધકામ હેઠળની ટાંકીમાંથી ફિલ્ટર કર્યા વિના પાણી આપવામાં આવતું હતું, જેના કારણે રોગચાળો ફેલાયો હતો.