:600 વર્ષ જૂની 2 શાલિગ્રામ શિલા નેપાળથી 373 કિમી અને 7 દિવસની યાત્રા પછી અયોધ્યા પહોંચી

February 02, 2023

373 કિલોમીટર અને 7 દિવસની યાત્રા બાદ બે વિશાળ શાલિગ્રામ શિલાઓ અયોધ્યા પહોંચી ગઈ છે. સરયુ નદીના પુલ પર 2-3 હજાર લોકોએ શિલાઓ પર ફૂલ વરસાવીને ઢોલ-નગારા વગાડીને સ્વાગત કર્યું હતું. ભક્તોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ભક્તોના અનેરા ઉત્સાહથી ઉત્સવ જેવો માહોલ છવાઈ ગયો હતો.

મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઊમટી પડી હતી કે શિલાઓને રામસેવકપુરમ પહોંચતા એક કલાકનો સમય લાગ્યો હતો. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય, ડો.અનિલ મિશ્રા, મેયર ઋષિકેશ ઉપાધ્યાયે રામસેવકપુરમ ખાતે શિલાઓને મુકાવી હતી. સુરક્ષા માટે બહાર PAC-પોલીસ તહોનાત કરવામાં આવી છે.

ગુરુવારે સવારે શિલાનું પૂજન કરવામાં આવ્યું છે. આ પછી તેને રામમંદિરના મહંતને સોંપવામાં આવી છે. રામજન્મભૂમિ સંકુલમાં શિલાઓ રાખવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ 100 મહંતોને પૂજામાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઓડિશા અને કર્ણાટકમાંથી પણ શિલાઓ અયોધ્યા આવશે. શિલ્પકાર આ બધાનો તુલનાત્મક અભ્યાસ કરશે. ત્યારબાદ ટ્રસ્ટીઓ તેમની સલાહ પર વિચાર કરશે.