એક ઝગડો અને ચાકુ-પથ્થરના 40 ઘા મારીને સાક્ષીની કરી નાંખી હત્યા, હત્યારો સાહિલ ઝડપાયો
May 29, 2023

નવી દિલ્હી : દિલ્હી પોલીસે ચાકુ-પથ્થરના 40 ઘા મારીને સાક્ષીની હત્યા કરનાર આરોપી સાહિલની ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી ધરપકડ કરી છે. સાહિલ દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં સાક્ષી નામની સગીરાને ચાકુ-પથ્થરના ઘા ઝીકીને ફરાર થઈ ગયો હતો.
દિલ્હીમાં સગીરાની જાહેરમાં નિર્દયતાથી હત્યાની ઘટના બાદ રાજધાની શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયું છે. આ ઘટના બની ત્યારે લોકો તમાશો જોઈ રહ્યા હતા. આ ઘટનાની તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ સૌકોઈ ફફડી ગયું છે. આ તસવીરો અને વીડિયો જોઈ સવાલ ઉઠી રહ્યા છે કે, રાજધાનીના લોકો કેટલા સંવેદનહીન બની ગયા છે. રસ્તાની વચ્ચે, લોકોની સામે, એક યુવક પહેલા છોકરી પર છરીથી હુમલો કરે છે, તેના માથામાં પથ્થરોના ઘા મારે છે... અને આ ઘટના દરમિયાન લોકો ત્યાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે. આ ઘટના રાજધાનીના શાહબાદ ડેરી વિસ્તારની છે. આરોપી સાહિલે જે રીતે 16 વર્ષની છોકરીની છરી અને પથ્થરો વડે હત્યા કરી છે તેનાથી ફરી એકવાર દિલ્હી શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયું છે.
આ ખોફનાક હત્યા અંગે દિલ્હી પોલીસે જણાવ્યું કે, સાક્ષી અને સાહિલ રિલેશનશિપમાં હતા. ઘટનાના આગલા દિવસે બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડા બાદ સાહિલે સાક્ષીને મારવાનું મન બનાવી લીધું હતું... સાહિલ સગીરા પર ચાકુથી હુમલો કર્યો ત્યારે સાક્ષીને ભાગવાની કે બચવાની કોઈ તક મળી ન હતી.
Related Articles
આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી
આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજો...
May 12, 2025
PM મોદીના નિવાસે ફરી મોટી બેઠક, ત્રણેય સૈન્ય પ્રમુખ સાથે રાજનાથ-CDS પણ પહોંચ્યા
PM મોદીના નિવાસે ફરી મોટી બેઠક, ત્રણેય સ...
May 12, 2025
ભારત-પાકિસ્તાન સીઝફાયરમાં અમેરિકાની દખલ મુદ્દે વિપક્ષ આક્રમક, સોશિયલ મીડિયા પર ઈન્દિરા ગાંધી ટ્રેન્ડમાં
ભારત-પાકિસ્તાન સીઝફાયરમાં અમેરિકાની દખલ...
May 12, 2025
ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ
ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગ...
May 12, 2025
છત્તીસગઢના રાયપુરમાં ટ્રેલર સાથે અથડાતા માલવાહક વાહનમાં બેઠેલા 13 લોકોના મોત
છત્તીસગઢના રાયપુરમાં ટ્રેલર સાથે અથડાતા...
May 12, 2025
આતંકવાદીઓના ઠેકાણાઓ અને પાકિસ્તાની એરબેઝ પર હુમલાની સેટેલાઇટથી પુષ્ટિ
આતંકવાદીઓના ઠેકાણાઓ અને પાકિસ્તાની એરબેઝ...
May 12, 2025
Trending NEWS

12 May, 2025