ખેડાથી ધોળકા માર્ગ પર ભયંકર અકસ્માત, 5 વ્યક્તિના ઘટના સ્થળે મોત

February 27, 2024

ખેડાથી ધોળકા માર્ગ પર અકસ્માતમાં પાંચ વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયુ છે. મૃતકો બોલેરો કાર લઇ રાણપુર બોટાદ તરફ જઈ રહ્યા હતા. તેમજ ધોળકા પુલેન સર્કલ પાસે હોટલ નજીકનો બનાવ છે. જેમાં બે વ્યક્તિ ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર સાથે ધોળકા હોસ્પિટલ લઈ જવાયા છે. તેમજ વધુ સારવાર માટે અસારવા સિવિલ ખસેડાયા છે. બનાવવાની જાણ થતા બે 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી છે.

ધોળકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરી છે. મૃતકોમાં નીતિશ નાનસિંગ ભીલવાડ, દિલીપ નાનસિંગ ભીલવાડ, રાહુલ ખુમસિંગ ભીલવાડ, પ્રમોદ ભરતભાઈ ભીલવાડ, રાજુ માનસિંગ ખાંદરાનો સમાવેશ થાય છે. જ્યારે રામચંદ્ર નિતેશભાઇ ભીલવાડ અને મનીષા નિતેશભાઇ ભીલવાડ બંને ઈજાગ્રસ્ત અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.