અક્ષયકુમારની ફિલ્મ કેસરી-2 બોક્સ ઓફિસ પર મચાવી રહી છે ધૂમ

April 19, 2025

અક્ષયકુમારની ફિલ્મ કેસરી-2 રિલીઝ થઈ ગઈ છે. અક્ષય કુમારની ફિલ્મ મોસ્ટ અવેટેડ ફિલ્મ કેસરી ચેપ્ટર-2એ રિલીઝ થતા જ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી. ફિલ્મે પહેલા જ દિવસથી બોક્સ ઓફિસ સારું ઓપનિંગ મળતા ફિલ્મના નિર્માતઓ ખુશ થયા છે. ફિલ્મની સફળતા અક્ષય કુમાર માટે પણ આશાનું કિરણ બની છે. છેલ્લા કેટલાક સમયથી અક્ષયની ફિલ્મોને નબળો પ્રતિસાદ મળતો હતો. પરંતુ કેસરી-2એ સારી શરૂઆત અક્ષયકુમારે રાહતનો શ્વાસ લીધો.

કેસરી-2 ફિલ્મે રિલીઝ થયાના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર બમ્પર કલેકશન કરતા અનેક મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી. અક્ષયની કેસર ચેપ્ટર-2 રિલીઝ થતા જ કરોડોના કલબમાં આવી ગઈ. બોક્સ ઓફિસના ફિલ્મ રિલીઝ થયાના અન્ય ફિલ્મોને આંકડાની સરખામણી કરતાં ફિલ્મે પહેલા દિવસની કમાણી કરવામાં અનેક મોટી ફિલ્મોનો રેકોર્ડ તોડ્યા. અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર આ ફિલ્મોને સારો પ્રતિસાદ મળ્યો હતો.