ભાગેડુ અમૃતપાલ સિંહના તમામ સાથીઓની ધરપકડ,જલંધર કમિશનરે કહ્યું-'ટૂંક સમયમાં ધરપકડ કરીશું'

March 19, 2023

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની મુશ્કેલીઓ વધી રહી છે. પંજાબ પોલીસે અમૃતપાલને ભાગેડુ જાહેર કર્યો છે. એટલું જ નહીં પંજાબ પોલીસના જવાનો અમૃતપાલની ધરપકડ કરવામાં વ્યસ્ત છે. અત્યાર સુધીમાં તેમના સંબંધિત 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાલંધર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે તેમની બે કાર જપ્ત કરવામાં આવી છે. હથિયારોની કાયદેસરતાની તપાસ કરવામાં આવી રહી છે.

આ પહેલા પોલીસે અમૃતપાલના ગાઈડ દલજીત કલસીની ગુરુગ્રામથી અટકાયત કરી હતી. હાલમાં પંજાબમાં પોલીસ સુરક્ષાને લઈને સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. બપોરે 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જલંધર સહિત અનેક જિલ્લાઓમાં કલમ 144 લાગુ થતાં અમૃતસર સહિત અનેક જિલ્લામાં કડક તકેદારી રાખવામાં આવી રહી છે. પંજાબ સાથેની સરહદો પર પણ સુરક્ષા કડક કરવામાં આવી છે. તે જ સમયે, અમૃતપાલના ગામમાં ભારે પોલીસ દળ તૈનાત છે.