50 જિંદગીઓ લઈને ડૂબી હોડી, 40 લોકોને બચાવાયા: કોંગોમાં મોટી દુર્ઘટના
October 04, 2024

આફ્રિકન દેશ કોંગોમાં ગુરુવારે (3 ઓક્ટોબર) મોટી દુર્ઘટના ઘટી છે. અહીં પ્રખ્યાત કિવુ તળાવમાં લગભગ 200 જેટલા લોકો સાથે સવાર એક બોટ ડૂબી ગઇ હતી. આ દુઃખદ ઘટનામાં 50 લોકોના મોત થયા છે અને 40 લોકોને બચાવી લેવાયા છે. મીડિયા અહેવાલ મુજબ, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બોટમાં અંદાજે 200 જેટલા લોકો સવાર હતા. જો કે, સવાર લોકોની ચોક્કસ સંખ્યા સામે આવી નથી.
50ના મોત, 23 મૃતદેહ મળ્યા.
આ ભયંકર દુર્ઘટનામાં આશરે 50 જેટલા લોકોના મોત થયા હોવાનું અહેવાલ છે, જેમાંથી હાલ 23 મૃતદેહ મળી આવ્યા છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં દક્ષિણ આફ્રિકા વિકાસ સમુદાય (SADC) મિશનના વડા કર્નલ મોલાટેલો મોટાઉએ ગુરુવારે (3 ઓક્ટોબર) જણાવ્યું કે કિવુ તળાવ પર બોટ ડૂબી જવાની ઘટનામાં 23 મૃતદેહ મળી આવ્યા છે, 40 લોકોને બચાવી લેવાયા છે આ ઉપરાંત ઘૂમ થયેલા અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
મીડિયા અહેવાલ મુજબ, સ્થાનિક તંત્રએ આ દુર્ઘટના અંગે માહિતી આપી છે કે, બોટ પર 45 પુરુષ અને 35 મહિલા યાત્રીઓ તરીકે નોંધાયેલા હતા. જો કે, આ આંકડા નિશ્ચિત નથી અમારી જાણકારી મુજબ બોટ પર મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા જેના કારણે દુર્ઘટના ઘટી છે. હાલ બોટ પર સવાર યાત્રીઓની ઓળખ કે વય અંગે કોઇ જાણકારી ઉપલબ્ધ નથી છે, પરંતુ હાલ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનામાં બચી ગયેલા પીડિતોએ જણાવ્યું કે, બોટ પર આશરે 200 જેટલા લોકો સવાર હતા.
Related Articles
ટ્રમ્પ નિષ્ફળ ગયા, નોકરીઓ ગઈ, અર્થતંત્ર ધીમું પડ્યું - રિપોર્ટ
ટ્રમ્પ નિષ્ફળ ગયા, નોકરીઓ ગઈ, અર્થતંત્ર...
Sep 06, 2025
બાંગ્લાદેશમાં હાલત બેકાબૂ: કટ્ટરપંથીઓએ સૂફી સંતનો મૃતદેહ કબરમાંથી કાઢી આગ લગાવી
બાંગ્લાદેશમાં હાલત બેકાબૂ: કટ્ટરપંથીઓએ સ...
Sep 06, 2025
શ્રીલંકામાં 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી બસ, 9 મહિલા સહિત 15ના મોત
શ્રીલંકામાં 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી બ...
Sep 05, 2025
વિશ્વવિખ્યાત ફેશન ડિઝાઇનર જ્યોર્જિયો અરમાનીનું 91 વર્ષની વયે નિધન
વિશ્વવિખ્યાત ફેશન ડિઝાઇનર જ્યોર્જિયો અરમ...
Sep 05, 2025
ચીન અને પાકિસ્તાનના સંબંધોમાં તિરાડ! ડ્રેગને પ્રોજેક્ટમાંથી હાથ ખેંચ્યા
ચીન અને પાકિસ્તાનના સંબંધોમાં તિરાડ! ડ્ર...
Sep 05, 2025
ટ્રમ્પની ડિનર પાર્ટી: બિલ ગેટ્સ, ઝુકરબર્ગ, પિચાઈ સહિતના ટેક જગતના દિગ્ગજો સામેલ
ટ્રમ્પની ડિનર પાર્ટી: બિલ ગેટ્સ, ઝુકરબર્...
Sep 05, 2025
Trending NEWS

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

04 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025