લખનઉમાં બિલ્ડીંગ ધરાશાયી: 3ના મોત, અનેક લોકો દટાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

January 24, 2023

લખનઉમાં વજીર હસનગંજ રોડ પર રહેણાંક મકાન ધરાશાયી થતાં ખળભળાટ મચી ગયો છે. આ અકસ્માતમાં ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે અને ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ સાથે જ SDRF અને NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ભૂકંપના કારણે આ ઈમારત ધરાશાયી થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ ઘટના લખનઉના હઝરતગંજ વિસ્તારમાં વજીર હસન રોડ પર બની હતી અને ઈમારત જૂની હોવાનું કહેવાય છે.

બીજી તરફ આ દુર્ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવા સૂચના આપી છે. આ દુર્ઘટનાને લઈને સીએમ યોગી આદિત્યનાથે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓને તેમની યોગ્ય સારવાર માટે સૂચના આપી છે. આ સાથે સીએમ યોગીએ ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી છે. તો બીજી તરફ જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓની સાથે, એસડીઆરએફ, એનડીઆરએફની ટીમોને સ્થળ પર જઈને રાહત કાર્ય કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ ઘણી હોસ્પિટલોને એલર્ટ રહેવાની સૂચના પણ આપવામાં આવી છે.