કેનેડાના 41 રાજદૂતો ભારતના 'આંતરિક મુદ્દામાં કરતા હતા દખલગીરી- વિદેશ મંત્રાલય
October 20, 2023

ગંભીર આક્ષેપો બાદ વિદેશ મંત્રાલયે પણ આપ્યો સણસણતો જવાબ
નવી દિલ્હી : ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિર્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ સતત વધી રહ્યો છે. કેનેડાએ ભારત પર ગંભીર આરોપ લગાવી પોતાના 41 રાજદ્વારીઓને ભારતમાંથી પરત બોલાવી લીધા હોવાનું જણાવ્યું છે, તો ભારતે પણ કેનેડાના આરોપોનો સણસણતો જવાબ આપી ‘ભારતમાંથી જનારા 41 કેનેડીયન રાજદ્વારી’ અંગે મહત્વની પ્રતિક્રિયા આપી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી (Arindam Bagchi)એ નિવેદનમાં જણાવ્યું કે, કેનેડા સરકારે 19મી ઓક્ટોબર ગુરુવારે રાજદ્વારીઓ અંગે નિવેદન આપ્યું હતું, જે અમારા ધ્યાને આવ્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં કેનેડાના રાજદ્વારીઓ વધુ છે, તેઓ આપણા આંતરિક મુદ્દામાં સતત દખલગીરી કરે છે. બાગચીના જણાવ્યા મુજબ નવી દિલ્હી અને ઓટાવામાં એકબીજાના રાજદ્વારીઓની હાજરી સમાન હોવાની ગેરંટી છે. આ મામલે અમે ગયા મહિનાથી કેનેડાની સરકાર સાથે વાત કરી રહ્યા છીએ. આ સમાનતાને લાગુ કરવાનો અમારો નિર્ણય યોગ્ય છે. અમે વિયેના કન્વેન્શનની કલમ 11.1 હેઠળ આ નિર્ણય લીધો છે, તેથી અમે આ મામલાને આંતરરાષ્ટ્રીય નિયમોના ઉલ્લંઘન તરીકે દર્શાવવાના કોઈપણ પ્રયાસનો અસ્વિકાર કરીએ છીએ.
Related Articles
1 ડિસેમ્બરે કેનેડાનાં એરપોર્ટસ ઉપર એરઇંડિયાની ફ્લાઇટ્સ સામે વિકેટિંગ કરવા SFJનો આદેશ
1 ડિસેમ્બરે કેનેડાનાં એરપોર્ટસ ઉપર એરઇંડ...
Nov 23, 2023
કેનેડા-યુએસ- બોર્ડર પર કારમાં વિસ્ફોટ, 2નાં મોત:નાયગ્રા ફોલ્સ ખાતે બંને દેશોને જોડતા ચારેય પુલ બંધ, FBI તપાસમાં લાગી
કેનેડા-યુએસ- બોર્ડર પર કારમાં વિસ્ફોટ, 2...
Nov 23, 2023
મોદી-ટ્રુડોની વર્ચ્યુઅલ મિટિંગ પહેલાં ફરી શરૂ થયા ઈ-વિઝા
મોદી-ટ્રુડોની વર્ચ્યુઅલ મિટિંગ પહેલાં ફર...
Nov 22, 2023
કેનેડામાં ફરી હિન્દુ મંદિર પર હુમલાની ધમકી, ભારતીય મૂળના સાંસદે શેર કર્યો ખાલિસ્તાનીઓનો વીડિયો
કેનેડામાં ફરી હિન્દુ મંદિર પર હુમલાની ધમ...
Nov 21, 2023
Trending NEWS

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

01 December, 2023

01 December, 2023

01 December, 2023