કેનેડામાં મહારાજા રણજીત સિંહની પ્રતિમા સાથે ચેંડા:બદમાશોએ પ્રતિમા પર પેલેસ્ટાઈનનો ધ્વજ લગાવ્યો

September 28, 2024

બ્રામ્પટન : કેનેડાના બ્રામ્પટન પ્રાંતમાં મહારાજા રણજીત સિંહની પ્રતિમા પર કેટલાક પેલેસ્ટિનિયન બદમાશો દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આરોપીઓએ મહારાજા રણજીત સિંહની પ્રતિમા પર પેલેસ્ટાઈનનો ધ્વજ પણ લગાવ્યો હતો.

આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ભારે ગરમાવો આવી ગયો હતો. આ વીડિયો કેનેડિયન પત્રકારે શેર કર્યો છે. પત્રકારે આ કૃત્ય કરનારા બદમાશોને જેહાદી કહીને સંબોધ્યા છે.

વાઇરલ થઈ રહેલો વીડિયો લગભગ 37 સેકન્ડનો છે. જેમાં મહારાજા રણજીત સિંહની પ્રતિમાની નીચે ઉભેલા બે યુવકો તેમના ઘોડા પર પેલેસ્ટાઈનનો ધ્વજ લગાવી રહ્યા છે. બંને યુવકોએ મોઢા ઢાંકેલા હતા અને નીચે કેટલાય લોકો ઉભા હતા. તેમજ મહારાજા રણજીત સિંહના ઘોડા પર એક વ્યક્તિ કપડું બાંધતો જોવા મળ્યો હતો.

ઘણા લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે. સમગ્ર મામલાની જાણ કેનેડાની પીલ પોલીસને કરવામાં આવી છે. હવે કેનેડા પોલીસ દ્વારા આની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં આ મામલે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

મહારાજા રણજીત સિંહ ભારતીય અને શીખ ઇતિહાસનો એક મહાન ચહેરો છે. મહારાજા રણજીત સિંહનો જન્મ 13 નવેમ્બર 1780 ના રોજ પંજાબના ગુજરાનવાલામાં (હાલ ગુજરાનવાલા પાકિસ્તાનમાં છે)માં થયો હતો. જ્યારે મહારાજા રણજીત સિંહ માત્ર 10 વર્ષના હતા ત્યારે તેમણે તેમનું પ્રથમ યુદ્ધ લડ્યું હતું. માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે સિંહાસન સંભાળ્યું અને 18 વર્ષની ઉંમરે લાહોર જીતી લીધું. તેમના 40 વર્ષના શાસન દરમિયાન તેમણે અંગ્રેજોને તેમના સામ્રાજ્યની આસપાસ પણ ભટકવા ન દીધા.

મહારાજા રણજીત સિંહ માત્ર 12 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. રમવાની ઉંમરે ગાદીની જવાબદારીઓ તેમના ખભા પર આવી ગઈ, પરંતુ તેમનો રાજ્યાભિષેક ત્યારે થયો જ્યારે તેઓ 20 વર્ષના થયા. 12 એપ્રિલ 1801ના રોજ રણજીત સિંહને પંજાબના મહારાજા તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો.1802 માં તેમના રાજ્યાભિષેક પછી, તેમણે અમૃતસરને તેમના સામ્રાજ્યમાં જોડ્યું અને 1807 માં અફઘાન શાસક કુતુબુદ્દીનને હરાવીને કસુર પર પણ કબજો કર્યો. તેઓએ 1818માં મુલતાન અને 1819માં કાશ્મીર પણ કબજે કર્યું. જો કે 27 જૂન, 1839 ના રોજ મહારાજા રણજીત સિંહનું અવસાન થયું.