કેનેડામાં વિદેશી કામદારોની નોકરી પર સંકટ, PM ટ્રુડોના નિર્ણયની ભારતીયો પર પણ મોટી અસર
August 27, 2024
કેનેડામાં ચૂંટણી નજીક આવતા જ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ઘણા નિર્યણ લઈ રહ્યા છે, જેમનો એક નિર્યણ ભારતીયો પર મોટી અસર કરશે. ટ્રુડોએ કેનેડામાં કામચલાઉ નોકરી કરતા વિદેશીઓની સંખ્યા ઘટાડવાની જાહેરાત કરી છે. જેના લીધે ઓછા પગાર પર કામ કરતા અને દેશમાં કામચલાઉ નોકરી કરતા લાખો વિદેશીઓ પર અસર થશે, જેમાં સૌથી વધુ સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ છે. ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસની સાથે સાથે નાની-નાની નોકરીઓ પણ કરે છે. ચૂંટણી નિષ્ણાતોનું કહેવું છે કે ટ્રુડોના આ નિર્ણયથી પ્રવાસીઓ અને યુવાનોમાં બેરોજગારી વધશે.
જસ્ટિન ટ્રુડો X પર પોસ્ટ કરી છે કે, ' લેબર માર્કેટ બદલાઈ ગયું છે. અમે કેનેડામાં ઓછા વેતનના કામચલાઉ વિદેશી કામદારોની સંખ્યા ઘટાડવા જઈ રહ્યા છીએ. હવે અમારા કેનેડિયન કામદારો અને યુવાનોના વ્યવસાયમાં રોકાણ કરવાનો સમય આવી ગયો છે.'
જો કે ટ્રુડોને તેના આ નિર્ણયને કારણે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મોટી સંખ્યામાં યુઝર્સ તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે. તેમજ કેનેડિયન લોકો પણ તેમને અત્યાર સુધીના સૌથી ખરાબ વડાપ્રધાન પણ કહ્યા છે.
ન્યૂઝ રિપોર્ટ મુજબ ટ્રુડો સરકારે કોરોના મહામારી બાદ કામદારોની ભારે અછતને કારણે પ્રતિબંધોમાં રાહત આપી હતી. જેના કારણે ઓછા પગારવાળા અસ્થાયી કર્મચારીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો. હવે કેનેડા ઈમિગ્રેશન સિસ્ટમમાં ફેરફારની ચર્ચા કરી રહ્યું છે. કાયમી રહેવાસીઓની સંખ્યામાં ઘટાડો થવાને કારણે, આ અઠવાડિયે કેબિનેટ સ્ટ્રીટમાં આ વિષય પર ચર્ચા થઈ શકે છે.
Related Articles
જસ્ટિન ટ્રુડોની મુશ્કેલી વધી, કેનેડિયન પોલીસે લગાવ્યા આરોપ
જસ્ટિન ટ્રુડોની મુશ્કેલી વધી, કેનેડિયન પ...
કેનેડાના નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે આપ્યું રાજીનામું
કેનેડાના નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલ...
Dec 17, 2024
કેનેડામાં ત્રણ ભારતીય વિદ્યાર્થીની હત્યાથી ભારત ભડક્યું, કહ્યું, વંશીય ગુનાથી સાવધ રહો
કેનેડામાં ત્રણ ભારતીય વિદ્યાર્થીની હત્યા...
Dec 13, 2024
કેનેડામાં વધુ એક નિયમ બદલાયો, જોબ ડિમાન્ડ હશે તો જ PG સ્ટુડન્ટને વર્કપરમિટ અપાશે
કેનેડામાં વધુ એક નિયમ બદલાયો, જોબ ડિમાન્...
Dec 13, 2024
ટોરંટોમાં બાંગ્લાદેશના હાઇ કમિશન સામે હિન્દુઓએ વિરોધ પ્રદર્શન
ટોરંટોમાં બાંગ્લાદેશના હાઇ કમિશન સામે હિ...
Dec 12, 2024
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા, CCTVમાં કેદ થઈ ઘટના
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીન...
Dec 09, 2024
Trending NEWS
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
20 December, 2024
20 December, 2024
20 December, 2024
Dec 20, 2024