ભૂકંપ : ઉત્તર ભારતમાં 6.6ની તીવ્રતાના ભૂકંપ સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ ધ્રુજારી અનુભવાઈ

March 22, 2023

ઉત્તર ભારતમાં 6.6ની તીવ્રતાના ભૂકંપની સાથે ગુજરાતના અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી-NCRમાં મંગળવારે રાત્રે લગભગ 10.15 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા. દિલ્હીમાં એક મહિનામાં ત્રીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા. યુપી, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, બિહાર અને ગુજરાતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. અમદાવાદમાં રાણીપ, ગોતા, ચાંદખેડા, નિકોલ વગેરે વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલો મળ્યા છે. ભૂકંપના આંચકાથી લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા. ભૂકંપના આંચકા ઘણી સેકન્ડો સુધી અનુભવાયા હતા.

ભૂકંપની તીવ્રતા 6.6 અને કેન્દ્ર અફઘાનિસ્તાનમાં રહ્યું. ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, પાકિસ્તાન, કઝાકિસ્તાન અને ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનથી 90 કિમી દૂર કાલાફગનમાં હતું.

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં એક દિવસ પહેલાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. રાહતની વાત એ છે કે આ ભૂકંપના કારણે ચંબા જિલ્લામાં કોઈ જાનહાનિ થઈ નથી.