અમેરિકામાં ચીની નવા વર્ષના જશ્નમાં અંધાધૂંધ ફાયરિંગ, અનેક લોકોના મોતની આશંકા

January 22, 2023

અગાઉ સોમવારે પણ કેલિફોર્નિયાના ગોશેનમાં એક ઘરમાં ગોળીબાર થયો હતો

વોશિંગ્ટન- અમેરિકાના કેલિફોર્નિયામાં શનિવારે રાત્રે અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની હતા. હાલ આ ઘટનામાં આઠથી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે છે. સાથે જ અનેક લોકોના માર્યા જવાની પણ આશંકા છે. પોલીસે આ અંગે હજુ સુધી કોઈ માહિતી નથી આપી. જો કે રંગભેદના કારણે આ ફાયરિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ફાયરિંગની આ ઘટના રાત્રે 10:00 વાગ્યા બાદ બની હતી. મોન્ટેરી પાર્કમાં ચાઈનીઝ ન્યૂ યર સેલિબ્રેશનમાં ગોળીબાર થયો હતો. દિવસ દરમિયાન આ સ્થળે હજારો લોકો એકઠા થયા હતા. આ પાર્ક લોસ એન્જલસ ડાઉનટાઉનથી લગભગ 11 કિમી દૂર છે. 


ઘટના અંગે માહિતી મળતા જ પોલીસે વિસ્તાની ઘેરાબંધી કરી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. અમેરિકામાં ગોળીબારની ઘણી ઘટનાઓ બની ચૂકી છે. આ અગાઉ સોમવારે પણ કેલિફોર્નિયાના ગોશેનમાં એક ઘરમાં ગોળીબાર થયો હતો. જેમાં 17 વર્ષની માતા અને 6 મહિનાના બાળક સહિત 6 લોકોના મોત થયા હતા. પોલીસે તેને ટાર્ગેટ કિલિંગ ગણાવી હતી.