મધ્યપ્રદેશ પ્લેન ક્રેશમાં ગાંધીધામની યુવતીનું મોત

March 19, 2023

મધ્યપ્રદેશના બાલાઘાટ નજીક સાંજે ચાર વાગ્યાના અરસામાં થયેલાં પ્લેન ક્રેશમાં ગાંધીધામના જાણીતા ઉદ્યોગપતિ પરિવારનીઆશાસ્પદ પાયલોટ દીકરીનું મૃત્યુ નીપજતાં માતમ છવાયો હતો. મધ્યપ્રદેશના બાલાઘાટના જંગલ વિસ્તાર કિરણાપુરમાં ચાર્ટર્ડ પ્લેન તૂટી પડતાં દુર્ઘટાન સર્જાઇ હતી, તે સમયે પ્લેનમાં ટ્રેઈની પાયલટ તરીકે ગાંધીધામની દીકરી વૃષિકા માહેશ્વરી અને ઈન્સ્ટ્રક્ટર મોહિત કુમાર સવાર હતા.

વૃષિકા ગાંધીધામની જાણીતી માહેશ્વરી હેન્ડલિંગ પેઢીના પાર્ટનર ચંદન માહેશ્વરીની પુત્રી હતી. બીરસીના એરસ્ટ્રીપ કંટ્રોલરે જણાવ્યું કે છેલ્લે પ્લેનનું છેલ્લું લોકેશન 3.45 કલાકે કિરણાપુર પાસે જોવા મળ્યું હતું. દુર્ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.