મહામારીમાં PMના 'નજીકના મિત્ર'ની સંપત્તિ 8 ગણી કેવી રીતે વધી?: રાહુલ ગાંધી

January 22, 2023

દિલ્હી- સૌથી ગરીબ 50% વસ્તીએ GSTમાં 64% યોગદાન આપ્યું, રાહુલે GSTના મુદ્દે કહ્યું, "અમીરોને મુક્તિ, ગરીબોને લૂંટ"


કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતુ. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે ટ્વિટ કર્યું કે, "મહામારીની સ્થિતિમાં, PMના 'નજીકના મિત્ર'ની સંપત્તિ 8 ગણી કેવી રીતે વધી? એક વર્ષમાં સંપત્તિમાં 46%નો વધારો થયો? જેને લઇ રાહુલ ગાંધી ઘણા પ્રશ્નો કર્યા હતા. 


એક સપ્તાહ પહેલા પણ રાહુલ ગાંધીએ  GSTને લઈને કેન્દ્ર પર પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વિટ કર્યું હતું કે, "સૌથી ગરીબ 50% વસ્તીએ GSTમાં  64% યોગદાન આપ્યું, જયારે  10% ધનિકોએ  3% GSTમાં યોગદાન આપ્યું એ પછી તેમણે આગળ લખ્યું કે, "ગબ્બર સિંહ ટેક્સ- અમીરોને મુક્તિ, ગરીબોને લૂંટ. "
તેમણે કહ્યું, "21 અબજોપતિઓ 700 મિલિયનથી વધુ ભારતીયોના માલિક છે, ભારતની 40% સંપત્તિ સૌથી ધનિક 1% વસ્તી સાથે છે, UPAએ 200 મિલિયનથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. PMની 'ગરીબી બઢાવો' નીતિઓએ તેમને ફરીથી ગરીબીમાં ધકેલી દીધા, ભારત જોડો યાત્રાએ આવી નીતિઓ સામે દેશની આવાજ બની છે."