હું તમારી સાથે હાથ નહીં મિલાવું, તમે અમારા પૈસા યુક્રેનને આપી દીધા છે કહી કેનેડિયન નાગરિકે કર્યું ટ્રુડોનું અપમાન

October 07, 2023

કેનેડાના PM ટ્રુડોનું એક કેનેડિયન નાગરિકે ભારે અપમાન કર્યું છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક કેનેડિયન નાગરિક તરફ ટ્રુડો જાય છે અને તેની સાથે હાથ મિલાવાનો પ્રયાસ કરે છે. પહેલા ટ્રુડો એક બાળકને મળે છે ત્યાર બાદ તેઓ બીજી બાજુ ઉભેલા લોકોનું અભિવાદન કરવા આગળ વધે છે.

તે જ સમયે એક માણસને એમ કહેતો સાંભળી શકાય છે કે, 'હું તમારી સાથે હાથ નહીં મિલાવું, તમે અમારા પૈસા યુક્રેનને આપી દીધા છે.' ભીડમાં ઉભેલા એક વ્યક્તિએ જસ્ટિન ટ્રુડોને કહ્યું હતું કે તમે બહુ ખરાબ માણસ છો. આ જોઈને આશ્ચર્યચકિત થઈને ટ્રુડોએ વ્યક્તિની આકરી પ્રતિક્રિયા પાછળનું કારણ પૂછ્યું હતું. તેના પર તે વ્યક્તિ કહે છે કે તમે આ આખા દેશને બરબાદ કરી દીધો છે.

જસ્ટિન ટ્રુડોએ પોતાને આ અંગે પ્રશ્ન પુછ્યો તેના પર વ્યક્તિએ નેશનલ હાઉસિંગ ક્રાઈસીસ પર જવાબ આપ્યો હતો. શું કોઈ ઘર ખરીદી શકે છે? જેની સાથે કેનેડિયનો સંઘર્ષ કરી રહ્યા છે. આ સિવાય વ્યક્તિએ પોતાની વાત ચાલુ રાખી અને કહ્યું કે તમે લોકો પાસેથી કાર્બન ટેક્સ વસૂલ કરો છો. તમારા પોતાના લોકો, તમારા કાફલાના લોકો, પોતે જ પ્રચંડ કાર્બન ઉત્સર્જન કરતા હોય તેવું લાગે છે.