ઈમરાનના પક્ષે ચૂંટણીમાં ગેરરીતિના પુરાવા અપલોડ કર્યા, સરકારે વેબસાઈટ જ બંધ કરી દીધી
February 11, 2024
અમારા ઉમેદવારો જીત્યા હોવાનું સર્ટિફિકેટ છતાં ચૂંટણી પંચે હારેલા જાહેર કર્યા : ગૌરી ખાનનો દાવો
પીટીઆઈએ વિજેતા ઉમેદવારનું ફોર્મ-45 ઉપલોડ કર્યા બાદ પાકિસ્તાન સરકારે વેબસાઈટ બંધ કરી દીધી
કરાંચી : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ (PTI)એ ચૂંટણીમાં થયેલી ગેરરીતિના પુરાવા વેબસાઈટ પર અપલોડ કરતા સરકારે કડક કાર્યવાહી છે. કાર્યવાહક સરકારે પીટીઆઈની પાર્ટીની વેબસાઈટ પર પ્રતિબંધ લાદી દીધો છે. પીટીઆઈની વેબસાઈટ insaf.pk પર ફોર્મ 45 અપલોડ કરાયા બાદ પ્રતિબંધ લાદી દેવાયો છે.
પાકિસ્તાનમાં ગુરુવાર આઠમી ફેબ્રુઆરીએ મતદાન થયું હતું, ત્યાર બાદ તુરંત મતગણતરી કરાઈ હતી. શુક્રવારે નવમી ફેબ્રુઆરી સુધીમાં પરિણામ જાહેર થઈ જવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. જોકે દેશભરમાં ચૂંટણી પરિણામોમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ મામલે પીટીઆઈના નેતાઓએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. આ અગાઉ પીટીઆઈએ ચૂંટણી પંચને ધમકી આપી હતી કે, તેઓ ચૂંટણીના તમામ પરિણામો જાહેર કરે અથવા વિરોધ પ્રદર્શનનો સામનો કરવાની તૈયારી રાખે. પાર્ટીના નિવેદન બાદ થોડાંક કલાકોની અંદર જ પેશાવર અને કરાંચીમાં ભારે વિરોધ શરૂ થયો હતો. પીટીઆઈના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર ઉપરાંત પાર્ટીના ઝંડા સાથે રસ્તા પર આવી ગયા હતા. આ ઉપરાંત નેશનલ એસેમ્બલીની 28 બેઠકો અને અન્ય એસેમ્બલની બેઠકોમાં પણ ગેરરીતિ અને હેરાફેરી મામલે પેશાવરમાં ભારે વિરોધ થયો. આટલું જ નહીં, પીટીઆઈએ સિયાલકોટ, કરાંચી અને બલુચિસ્તાનમાં થયેલી ગેરરીતિના પણ વીડિયો અપલોડ કર્યા. પીટીઆઈ પ્રમુખ ગૌહર અલી ખાને કહ્યું કે, ‘કેટલીક બેઠકો પર અમને પહેલા વિજેતા કરાયા હતા, તે સાથે અમારી પાર્ટી 170 બેઠકો જીતી છે. અમારી પાસે પાર્ટી સમર્થિત ઉમેદવારો જીતી ગયા હોવાના મતદાન કેન્દ્રના ફોર્મ 45નું સર્ટિફિકેટ છે, પરંતુ ચૂંટણી પંચે તેને અસફળ જાહેર કર્યા છે.
Related Articles
બાંગ્લાદેશમાં ફરી ઈસ્કોન વિરુદ્ધ કટ્ટરપંથીઓના દેખાવ, દેશવ્યાપી પ્રતિબંધ મૂકવાની માગ ઊઠી
બાંગ્લાદેશમાં ફરી ઈસ્કોન વિરુદ્ધ કટ્ટરપં...
ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલા જ મિડલ ઈસ્ટમાં હડકંપ, એક નિવેદને આગમાં ઘી હોમવાનું કામ કર્યું
ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલા જ મિડલ ઈસ્ટ...
Nov 09, 2024
પાકિસ્તાનના ક્વેટામાં રેલવે સ્ટેશને જોરદાર વિસ્ફોટથી હડકંપ, 21 લોકોનાં મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત
પાકિસ્તાનના ક્વેટામાં રેલવે સ્ટેશને જોરદ...
Nov 09, 2024
ટ્રમ્પની જીતથી શેરબજારમાં તેજી, રોકાણકારોને 8 લાખ કરોડની કમાણી, સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો
ટ્રમ્પની જીતથી શેરબજારમાં તેજી, રોકાણકાર...
Nov 06, 2024
'મારી જીત અમેરિકાની જીત...', 47માં રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પનું અમેરિકાના લોકોને પહેલું સંબોધન
'મારી જીત અમેરિકાની જીત...', 47માં રાષ્ટ...
Nov 06, 2024
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત, 277 ઈલેક્ટોરોલ વોટ્સ મળ્યા
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત, 277 ઈલે...
Nov 06, 2024
Trending NEWS
08 November, 2024
08 November, 2024
08 November, 2024
08 November, 2024
08 November, 2024
08 November, 2024
08 November, 2024
07 November, 2024
07 November, 2024
06 November, 2024
Nov 09, 2024