લેફ્ટ વિંગ કટ્ટરવાદ સામેની લડાઈ વિજયના છેલ્લા તબક્કામાં- ગૃહમંત્રી

March 25, 2023

બલિદાનને યાદ કરીને, વિજયની ગાથા સુવર્ણ અક્ષરોમાં લખાશે

દિલ્હી- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કહ્યું હતું કે, દેશમાં લેફ્ટ વિંગ કટ્ટરવાદ સામેની લડાઈ જીતના અંતિમ તબક્કામાં હોય તેવું લાગી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ લડાઈને અંતિમ ચરણ સુધી પહોંચાડવામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોના સર્વોચ્ચ બલિદાનનો મોટો ફાળો છે. સીઆરપીએફના 84મા સ્થાપના દિવસની ઉજવણીનું સંબોધન અમિત શાહે કર્યું હતું. 


કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, 'લેફ્ટ વિંગ કટ્ટરવાદ સામેની લડાઈ જીતના છેલ્લા તબક્કામાં ઉભી હોય તેવું લાગી રહ્યું છે. આ તમારા પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવેલ સર્વોચ્ચ બલિદાનનો મોટો ફાળો છે. તેમના બલિદાનને યાદ કરીને, વિજયની ગાથા સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે.


નક્સલવાદીઓ સામેની લડાઈમાં સીઆરપીએફની ભૂમિકા પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે, માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં વિકાસના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવાનો શ્રેય સીઆરપીએફના જવાનોને જાય છે. શાહે કહ્યું, “સીઆરપીએફ લેફ્ટ વિંગ કટ્ટરવાદ સામે બહાદુરીથી લડ્યું અને તમામ મોરચે સફળતા હાંસલ કરી છે. તેમણે કહ્યું કે, દેશમાં 2010ની સરખામણીમાં લેફ્ટ વિંગ કટ્ટરવાદ હિંસાની ઘટનાઓમાં 76 ટકાનો ઘટાડો થયો છે, તેમજ જાનહાનિ પણ ઘટી છે.