ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ પર પહેલીવાર બોલ્યું ભારત, કહ્યું- 'અમે ખુબ ચિંતિત, આ રીતે ઉકેલ લાવો...'
October 02, 2024

ઈરાનના ઈઝરાયલ પર મિસાઇલ એટેક અને બાદમાં વળતા પ્રહાર રૂપે ઈઝરાયલ વડાપ્રધાન નેતન્યાહૂ તરફથી આપવામાં આવેલી ધમકીએ પશ્ચિમ એશિયામાં મોટું યુદ્ધ શરૂ કરી દીધું છે. જોકે, આ મામલે હવે હવે ભારતે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
પશ્ચિમ એશિયાની હાલત પર ભારતીય વિદેશ મંત્રાયલે વાતચીત અને વ્યૂહનીતિના મુદ્દાને ઉકેલવાની અપીલ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, 'અમે પશ્ચિમ એશિયામાં સુરક્ષા સ્થિતિ બગડવાથી ખૂબ ચિંતિત છીએ અને તમામ સંબંધિત પક્ષોને સંયમ અને નાગરિકોની સુરક્ષાના આહ્વાનને પુનરાવર્તિત કરીએ છીએ. અમે વિનંતી કરીએ છીએ કે તમામ મુદ્દાઓ વાતચીત અને વ્યૂહનીતિના માધ્યમથી ઉકેલવામાં આવે.'
ભારતીય વિદેશ મંત્રાલયે આ તણાવને લઈને કહ્યું, 'અમે પશ્ચિમ એશિયામાં વધતા તણાવને લઈને ચિંતિત છીએ. અમે આ વિસ્તારોમાં પોતાના નાગરિકોની રક્ષા કરવા માટે તત્પર છીએ. પશ્ચિમ એશિયામાં આશરે 90 લાખ ભારતીયો રહે છે. તેમની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અને તે વાતચીતથી જ સંભવ છે. કોઈપણ વિવાદનો વ્યૂહનીતિથી ઉકેલ લાવવો જોઈએ. જરૂરી છે કે, આ વિવાદ મોટું રૂપ ન લે, નહીંતર આખા વિસ્તાર પર તેની વિપરિત અસર થશે. તેથી સંપૂર્ણ વિવાદનો ઉકેલ સંવાદ અને વ્યૂહનીતિથી લાવવામાં આવે.'
આ પહેલા પણ ભારત સરકાર નાગરિકો માટે એડવાઇઝરી રજૂ કરી ચૂકી છે. ઈરાન જવાનું ટાળવું અને લેબનાન અને ઈઝરાયલમાં પણ લોકોને સુરક્ષિત જગ્યાએ રહેવાની સલાહ આપવામાં આવી છે. બિનજરૂરી કામ માટે બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે. આ સિવાય ભારત સરકારે બિનજરૂરી યાત્રાઓને રદ્દ કરવાનું કહ્યું છે.
તેમજ જે લોકો ઈરાનમાં રહે છે, તે સાવધાનીથી રહે અને યાત્રા કરવાથી બચે. કોઈપણ મુશ્કેલીની સ્થિતિમા તુરંત ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે. નોંધનીય છે કે, ઈરાનમાં લગભગ 4 હજાર ભારતીય છે, જેમાં વિદ્યાર્થી, શિક્ષક અને નાના વેપારીઓનો સમાવેશ થાય છે.
Related Articles
આખરે પાકિસ્તાનનું નમતું વલણ.... ભારતને સિંધુ જળ સંધિ બહાલ કરવા કર્યો આગ્રહ, જુઓ શું કરી દલીલ
આખરે પાકિસ્તાનનું નમતું વલણ.... ભારતને સ...
Jul 01, 2025
ગાઝામાં સ્થિતિ બેકાબૂ, 15 દિવસમાં 1000 લોકોના મોત, 23 લાખ લોકો સામે ભૂખમરાનું સંકટ
ગાઝામાં સ્થિતિ બેકાબૂ, 15 દિવસમાં 1000 લ...
Jul 01, 2025
'તો બોરિયા બિસ્તરા બાંધી દ.આફ્રિકા જવા તૈયાર રહેજો..' મસ્કના ખુલ્લા પડકાર સામે ટ્રમ્પની ધમકી
'તો બોરિયા બિસ્તરા બાંધી દ.આફ્રિકા જવા ત...
Jul 01, 2025
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ, આગામી 10 દિવસમાં થશે મોટી જાહેરાત
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ, આગામ...
Jun 30, 2025
હવે આ યુરોપિયન દેશમાં 'ગૃહયુદ્ધ' જેવી સ્થિતિ, પુતિનના 'ખાસ' નેતાની સત્તા સામે લટકતી તલવાર
હવે આ યુરોપિયન દેશમાં 'ગૃહયુદ્ધ' જેવી સ્...
Jun 30, 2025
દુષ્કર્મની ઘટના બાદ બાંગ્લાદેશમાં ફરી રોષ ભભૂક્યો, લોકો માર્ગો પર ઊતર્યા, યુનિવર્સિટીમાં દેખાવ
દુષ્કર્મની ઘટના બાદ બાંગ્લાદેશમાં ફરી રો...
Jun 30, 2025
Trending NEWS

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025