બર્થ-ડેના દિવસે જ ભારતીય વિદ્યાર્થીનું ટોરોન્ટોના તળાવમાં ડુબી જતા મોત

September 17, 2024

ટોરોન્ટો- કેનેડામાં ભારતીય યુવાનનું તળાવમાં ડુબી જવાથી મૃત્યું થયું હતુ. હૈદરાબાદનો પ્રણીત તેના ભાઈનો બર્થડે ઉજવવા માટે ટોરેન્ટોના એક લેક પર ગયો ત્યારે આ દુ:ખદ ઘટના બની હતી. પ્રણીતે હાલમાં માસ્ટર ડિગ્રી પુરી કરી છે અને અત્યારે કેનેડામાં નોકરીની શોધ કરી રહ્યો હતો. ત્યારે શનિવારે તે પોતાના ભાઈ અને મિત્રો સાથે કેનેડામાં ટોરેનેટોના લેક પાસે એક કોટેજમાં આનંદ માણી રહ્યો હતો. એ પછી રવિવારે તેને સ્વિમિંગ કરવાની ઈચ્છા થઈ, એટલે તે તળાવમાં કૂદ્યો હતો. પરંતુ ત્યાં કૂદતા જ તળાવમાં પાણીનું પ્રેશર વધારે હતું અને તેમાં સ્વિમિંગ કરતા ન ફાવ્યું. જેના કારણે તેનું ડૂબી જવાથી મૃત્યું થયું હતુ. 


પ્રણિત તેનો અભ્યાસ પૂરો કરીને વર્ષ 2019માં કેનેડા ગયો હતો અને ત્યાર પછી તે ત્યાં જ રહેવા લાગ્યો હતો. આ અંગે તેના પિતા રવિએ જણાવ્યું કે, પ્રણિત રવિવારે સવારે તેના મિત્રો અને ભાઈઓ સાથે લેકમાં સ્વિમિંગ કરવા માટે ગયો હતો. આ દરમિયાન તેના બીજા મિત્રો પણ આ તળાવમાં ન્હાવા પડ્યા હતા. એ પછી ધીમે ધીમે કરીને થોડું અંતર કાપ્યા પછી તેઓ તળાવમાંથી બહાર આવી ગયા હતા, પરંતુ ઘણા સમય સુધી પ્રણિત પાછો કિનારા પર પરત આવ્યો નહોતો. તેથી તેના મિત્રોએ તેને શોધવા માટે પણ ઘણા પ્રયાસો કર્યા, પરંતુ તે ક્યાંય મળતા તેઓએ તાત્કાલિક સ્થાનિક પ્રસાસનને જાણ કરી હતી. સાંજે રેસ્ક્યૂ ટીમ તળાવ પાસે આવી અને પ્રણિતના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

પ્રણિતના પિતાએ જણાવ્યું કે, તેમના દીકરાનો એક મિત્ર દ્વારા આ ઘટનાની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે, શનિવારે પ્રણિત તેના ભાઈનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે તળાવ પાસે ગયો હતો. અહીં તેઓ નાઈટ આઉટ કેમ્પિંગ કર્યું અને તે પછી રવિવારે મિત્રો સાથે સ્વિમિંગ પણ કર્યું હતું. પરિવારે પ્રણિતના મૃતદેહને ભારત પરત લાવવા માટે સરકારની મદદ માગી હતી.