કેનેડાની નવી ઈમિગ્રેશન પોલિસીથી ભારતીયો ચિંતિત, વિદ્યાર્થીઓમાં છેતરાયાની લાગણી પ્રબળ બની
August 28, 2024
તમને જણાવી દઈએ કે, કેનેડામાં વિદ્યાર્થીઓ પહેલાથી જ આવાસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં આવાસ સમસ્યાને લઈને એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી ભારે હોબાળો મચ્યો હતો. અહીં આવાસનું બાંધકામ ખૂબ જ ઓછું છે અને રેકોર્ડ-ઊંચા વ્યાજ દરોએ નવા હાઉસિંગ એકમોને સામાન્ય કેનેડિયનો અને નવા ઈમિગ્રન્ટ્સની પહોંચની બહાર કરી દીધા છે. જો નોકરીની વાત કરીએ તો કેનેડામાં ઘણા સમય પહેલાથી જ પાર્ટ ટાઈમ જોબનું સંકટ છે. અહીં પહેલાથી જ વિદેશી વિદ્યાર્થીઓ આવાસ ન મળવાના કારણે ખૂબ જ ખરાબ સ્થિતિમાં રહી રહ્યા છે. હવે નવી પોલિસી બાદ કેનેડામાં શિક્ષાનું સપનું ભારતીયો માટે અઘરું સાબિત થશે. તાજેતરમાં જ ભારતીય વિદ્યાર્થી ચિરાગ અંતિલની ગોળી મારીને હત્યા અને ઘણા ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાના સમાચારે પણ ભારતીય વિદ્યાર્થીઓનું મનોબળ તોડી નાખ્યું છે. વિદેશ મંત્રીએ પણ ચિરાગ અંતિલના મામલે નિષ્પક્ષ તપાસ અને કાર્યવાહીની માગ કરી હતી. હવે નવી પોલિસીથી ટ્રુડો સરકારનો ઈરાદો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે ભારતીય વિદ્યાર્થીઓ માટે અહીં શિક્ષણ, નોકરી કે નાગરિકતા મેળવવી મુશ્કેલ બનશે. કેનેડા સરકારના ડેટા પ્રમાણે વર્ષ 2022માં કુલ 5.5 લાખ ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓમાંથી 2.26 લાખ વિદ્યાર્થીઓ ભારતના હતા. આ કુલ વિદ્યાર્થીઓના 40% છે. આ પહેલા 3.2 લાખ ભારતીય વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતા હતા. આમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મોટેલ કે બેઝમેન્ટમાં રહી રહ્યા છે.
Related Articles
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા, CCTVમાં કેદ થઈ ઘટના
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીન...
કેનેડામાં 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓ માટે નવું વર્ષ 'આફત' લાવશે, દેશ છોડવાનો વારો આવશે?
કેનેડામાં 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓ માટે...
Dec 02, 2024
કેનેડા : ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાને કોર્ટે જામીન આપી દીધા
કેનેડા : ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાન...
Nov 30, 2024
કેનેડા સરકારનો યુ ટર્ન, હવે એરપોર્ટ પર ભારતીયોની નહી થાય કડક તપાસ
કેનેડા સરકારનો યુ ટર્ન, હવે એરપોર્ટ પર ભ...
Nov 23, 2024
કેનેડાએ આશ્ચર્યજનક યુટર્ન લીધો, કહ્યું નિજ્જરની હત્યામાં મોદી, જયશંકર, કે દૉવલની સંડોવણી નથી
કેનેડાએ આશ્ચર્યજનક યુટર્ન લીધો, કહ્યું ન...
Nov 23, 2024
ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને NATOમાં નવા રાજદૂતની કરી જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને NATOમાં નવા ર...
Nov 22, 2024
Trending NEWS
10 December, 2024
10 December, 2024
10 December, 2024
10 December, 2024
09 December, 2024
09 December, 2024
09 December, 2024
09 December, 2024
09 December, 2024
09 December, 2024
Dec 09, 2024