બેંગલુરુમાં યોજાશે IPL-2026ની મેચ, BCCI પહેલા કર્ણાટક સરકારે કરી મોટી જાહેરાત
December 08, 2025
IPL-2026ની સિઝન માટે થોડા જ દિવસોમાં ખેલાડીઓની હરાજી થવાની છે, ત્યારે મેચોના આયોજન સ્થળને લઈને ચર્ચા ચાલી રહી હતી કે શું રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને હોમ ગ્રાઉન્ડ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચો રમવા મળશે કે કેમ? આ અનિશ્ચિતતા વચ્ચે કર્ણાટક સરકારે મોટો નિર્ણય જાહેર કર્યો છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે આજે (7 ડિસેમ્બર) કહ્યું છે કે, ‘અમે આઈપીએલને બીજી જગ્યાએ શિફ્ટ નહીં કરીએ અને તેને અહીં ચિન્નાસ્વામીમાં જ આયોજિત કરતા રહીશું. આ બેંગલુરુ અને કર્ણાટકનું અભિમાન છે, જેને અમે જાળવી રાખીશું.’ તેમણે આ જાહેરાત કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિયેશન (KSCA)ની ચૂંટણીમાં મતદાન કર્યા બાદ કરી હતી. ડી.કે.શિવકુમારનું આ નિવેદન ચિન્નાસ્વામી સ્ટેડિયમને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે આવ્યું છે. વાસ્તવમાં IPL-2025 સીઝનમાં RCB ચેમ્પિયન બન્યા બાદ ચોથી જૂને ટીમની વિજય પરેડ દરમિયાન સ્ટેડિયમની બહાર ભારે નાસભાગ મચી ગઈ હતી, જેમાં 11 ચાહકોના મૃત્યુ અને 50 જેટલા ઈજાગ્રસ્ત થયા હતા. આ ગંભીર દુર્ઘટના બાદ KSCA અને RCB મેનેજમેન્ટ સામે કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. BCCIએ ઘટના બાદ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોઈ મોટી મેચનું આયોજન કર્યું નથી, જેના કારણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી કે, RCB આવતા સિઝનમાં પુણેને હોમ વેન્યૂ તરીકે પસંદ કરી શકે છે. જોકે, કર્ણાટક સરકારે હવે આ વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે. આ અંગે અંતિમ નિર્ણય BCCI આગામી થોડા અઠવાડિયામાં લેશે.
Related Articles
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડ...
Oct 03, 2026
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનન...
Oct 03, 2026
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિ...
Oct 03, 2026
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહેરાત, 10 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહે...
Oct 02, 2026
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
Trending NEWS
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે...
05 October, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા...
05 October, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ ક...
05 October, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને...
05 October, 2026
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ નાની કન્ટ...
05 October, 2026
હનુમાન અંશ'ની કમાણી 400 કરોડને પાર! કૈંચી ધામમાં ભ...
05 October, 2026
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ...
04 October, 2026
ફ્રાન્સમાં વિદ્યાર્થીઓ વિફર્યા, વાહનો સળગાવ્યા, પો...
04 October, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી...
04 October, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂ...
04 October, 2026