'ખાલિસ્તાનીઓએ ફરી હિન્દુ મંદિર પર હુમલાની ધમકી', કેનેડાના સાંસદે કાર્યવાહીની કરી માંગ

November 21, 2023

ભારતની આકરી પ્રતિક્રિયાઓ છતાં કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોનો આતંક ઓછો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. ખાલિસ્તાનીઓએ ફરી એકવાર એક વીડિયો જાહેર કર્યો છે અને હિન્દુ મંદિર પર હુમલો કરવાની ધમકી આપી છે. ખાલિસ્તાનીઓએ કહ્યું છે કે તેઓ રવિવારે લક્ષ્મી નારાયણ મંદિર પર હુમલો કરશે. આ વીડિયો કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ શેર કર્યો છે. ખાલિસ્તાનીઓની ધમકી સામે સખત વાંધો વ્યક્ત કરતાં તેમણે કેનેડાની પોલીસને તેની સામે પગલાં લેવાની માંગ કરી છે.

ચંદ્ર આર્યએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, 'કેટલાક અહેવાલો અનુસાર, ગયા અઠવાડિયે ખાલિસ્તાન સમર્થકોએ સરે બીસીમાં એક શીખ ગુરુદ્વારાની બહાર એક શીખ પરિવાર સાથે ગેરવર્તન કર્યું હતું. હવે એવું લાગે છે કે આ જ ખાલિસ્તાન જૂથ સરેના હિન્દુ લક્ષ્મી નારાયણ મંદિરમાં મુશ્કેલી ઊભી કરવા માંગે છે. આ બધું વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કરવામાં આવી રહ્યું છે.