કોલકાતાની માનસી ઘોષની ઈન્ડિયન આઈડોલ-15ની વિજેતા બની

April 07, 2025

સોની ટીવીના સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ'ની સીઝન 15ને તેનો વિજેતા મળી ગયો છે. કોલકાતાની માનસી ઘોષે ઈન્ડિયન આઈડલની ટ્રોફી જીતી છે. પોતાના સુમધુર અવાજ અને શક્તિશાળી અભિનયથી માનુષીએ બધા દર્શકો અને જજના દિલ જીતી લીધા અને ઈન્ડિયન આઈડલ ટ્રોફી જીતી.

કોલકાતાની રહેવાસી માનસી ઘોષે ઈન્ડિયન આઈડલના મંચ પર ક્લાસિકલથી લઈને કન્ટેમ્પોરરી સુધીના દરેક ગીતો પોતાની સિગિંગ સ્ટાઈલમાં ગાઈને જાદુ ફેલાવ્યો. દરેક પર્ફોમન્સમાં તેનો આત્મવિશ્વાસ અને સંગીત પ્રત્યેનો જુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. તેના આ વલણને કારણે, તેને ઈન્ડિયન આઈડલની 'ક્રેઝી ગર્લ' કહેવામાં આવતી હતી. આ ક્રેઝી આઈડોલ ગર્લને ટ્રોફી અને કાર સાથે 25 લાખ રૂપિયાનું રોકડ ઈનામ મળ્યું છે.

ઈન્ડિયન આઈડોલના ગ્રાન્ડ ફિનાલેમાં, માનસી ઘોષે અન્ય પ્રતિભાશાળી ફાઈનલિસ્ટ - સુભાજીત ચક્રવર્તી, સ્નેહા શંકર, ચૈતન્ય દેવાધે (મૌલી), પ્રિયાંશુ દત્તા અને અનિરુદ્ધ સુસ્વરમ સામે સ્પર્ધા કરી. બધા ફાઈનલિસ્ટે પોતાનું બેસ્ટ પ્રદર્શન આપ્યું, પરંતુ અનિરુદ્ધ સુસ્વરમ શનિવારના એપિસોડમાં શોમાંથી બહાર થયો.