'સંસદના વિશેષ સત્રમાં મોદી સરકાર મહિલા અનામત બિલ પાસ કરે...' CWC બેઠકમાં કોંગ્રેસની માગ

September 17, 2023

હૈદરાબાદ- કોંગ્રેસની CWCની બેઠકનો આજે બીજો દિવસ, બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી
હાલ હૈદરાબાદમાં કોંગ્રેસની CWCની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતા હાજર રહ્યા હતા. કાર્યસમિતિને બેઠક બાદ કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું હતું કે વર્ષ 1989માં રાજીવ ગાંધીએ સ્થાનિક સ્‍વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ અનામતની ખાતરી આપી હતી અને બાદમાં મનમોહન સિંહ બિલ લાવ્યા હતા. વધુમાં આગળ કહ્યું હતું કે બેઠકમાં એક પસાર કરવામાં આવેલા પ્રસ્તાવમાં માગ કરવામાં આવી છે કે આગામી વિશેષ સત્રમાં મહિલા અનામતનું આ બિલ પસાર કરવામાં આવે. આ પહેલા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ બીલને લઈને પ્રધાનમંત્રીને પત્ર પણ લખ્યો હતો.