2000થી વધુ સૈન્ય મથકો નષ્ટ... ઈઝરાયલે આપ્યો હિઝબોલ્લાહને મોટો ઝટકો
October 05, 2024

ઈઝરાયલે લેબનોનમાં તેના હુમલાઓ તેજ કર્યા છે. ઈઝરાયેલી સેના એટલે કે IDFએ દાવો કર્યો છે કે તેણે છેલ્લા 4 દિવસમાં લેબનોનમાં 2000થી વધુ સૈન્ય મથકો અને 250 હિઝબુલ્લા આતંકવાદીઓને ઠાર કર્યા છે. IDFએ દાવો કર્યો છે કે, હિઝબુલ્લાહના 5 બટાલિયન કમાન્ડર, 10 કંપની કમાન્ડર અને 6 પ્લાટૂન કમાન્ડરના મોત થયા છે. IDFએ કહ્યું છે કે, ઈઝરાયેલી વાયુસેના પણ ગુપ્ત માહિતીના આધારે દક્ષિણ લેબનોનમાં તેની કામગીરી કરી રહી છે.
લેબનીઝ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર રાજધાની બેરૂતમાં એક એપાર્ટમેન્ટ પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં નવ લોકોના મોત થયા છે. ઈઝરાયલ સપ્ટેમ્બરના અંતથી દેશના એવા વિસ્તારો પર હુમલો કરી રહ્યું છે જ્યાં હિઝબુલ્લા આતંકવાદી જૂથ મજબૂત હાજરી ધરાવે છે. તાજેતરમાં જ ઈઝરાયલે બેરૂતમાં કરેલા હવાઈ હુમલામાં હિઝબુલ્લાના ચીફ હસન નસરલ્લાહનું મોત થયું છે.
ઈઝરાયલે હિઝબુલ્લાહ વિરુદ્ધ લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન પણ શરૂ કરી દીધું છે, જ્યારે તે ગાઝામાં હવાઈ હુમલા પણ કરી રહ્યું છે. ઈઝરાયલની સેનાએ કહ્યું હતું કે, દક્ષિણ લેબનોનમાં થયેલા સંઘર્ષમાં 9 સૈનિકોના મોત થયા છે. 7 ઓક્ટોબર 2023થી હમાસના ક્રોસ બોર્ડર હુમલાના બીજા દિવસે ઈઝરાયલ અને હિઝબુલ્લા લગભગ દરરોજ લેબનોન સરહદ પર ગોળીબાર કરતા જોવા મળે છે. આ હુમલામાં 1,000થી વધુ ઈઝરાયલના નાગરિકોના મોત થયા હોવાના અહેવાલ હતા, જ્યારે 250થી વધુ બંધક બનાવી લેવામાં આવ્યા હતા.
Related Articles
ટ્રમ્પ નિષ્ફળ ગયા, નોકરીઓ ગઈ, અર્થતંત્ર ધીમું પડ્યું - રિપોર્ટ
ટ્રમ્પ નિષ્ફળ ગયા, નોકરીઓ ગઈ, અર્થતંત્ર...
Sep 06, 2025
બાંગ્લાદેશમાં હાલત બેકાબૂ: કટ્ટરપંથીઓએ સૂફી સંતનો મૃતદેહ કબરમાંથી કાઢી આગ લગાવી
બાંગ્લાદેશમાં હાલત બેકાબૂ: કટ્ટરપંથીઓએ સ...
Sep 06, 2025
શ્રીલંકામાં 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી બસ, 9 મહિલા સહિત 15ના મોત
શ્રીલંકામાં 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી બ...
Sep 05, 2025
વિશ્વવિખ્યાત ફેશન ડિઝાઇનર જ્યોર્જિયો અરમાનીનું 91 વર્ષની વયે નિધન
વિશ્વવિખ્યાત ફેશન ડિઝાઇનર જ્યોર્જિયો અરમ...
Sep 05, 2025
ચીન અને પાકિસ્તાનના સંબંધોમાં તિરાડ! ડ્રેગને પ્રોજેક્ટમાંથી હાથ ખેંચ્યા
ચીન અને પાકિસ્તાનના સંબંધોમાં તિરાડ! ડ્ર...
Sep 05, 2025
ટ્રમ્પની ડિનર પાર્ટી: બિલ ગેટ્સ, ઝુકરબર્ગ, પિચાઈ સહિતના ટેક જગતના દિગ્ગજો સામેલ
ટ્રમ્પની ડિનર પાર્ટી: બિલ ગેટ્સ, ઝુકરબર્...
Sep 05, 2025
Trending NEWS

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

04 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025