IPLમાંથી બહાર કરાયેલા મુસ્તફિઝુર રહેમાનને PSLમાં ખરીદાયો, જાણો કેટલા કરોડ મળ્યાં
February 07, 2026
બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, આ જ વિવાદના કારણે બાંગ્લાદેશને T20 વર્લ્ડ કપમાંથી ફણ બહાર થવું પડ્યું છે. BCCIના આદેશ પર કોલકાતા નાઈટ રાઈડર્સે તેને પોતાની ટીમમાંથી બહાર કરી દીધો હતો. IPL 2026ના ઓક્શનમાં KKRએ તેના પર મોટો દાવ ખેલીને 9.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ બાદ મુસ્તફિઝુરે પાકિસ્તાન સુપર લીગમાં જવાનો નિર્ણય લીધો, જ્યાં ઓક્શન પહેલા જ એક ફ્રેન્ચાઈઝીએ તેને પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે. જોકે, IPLની તુલનામાં તેની પ્રાઈઝ ખૂબ ઓછી છે. પાકિસ્તાન સુપર લીગની આગામી સિઝન માટે 11 ફેબ્રુઆરીના રોજ ઓક્શન થવા જઈ રહ્યો છે. તે પહેલા જ લાહોર કલંદર્સે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ પર પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે. કલંદર્સે તેને 6.44 કરોડ પાકિસ્તાની રૂપિયાની પ્રાઈઝ પર પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તમને જણાવી દઈએ કે, મુસ્તફિઝુરનો આ ટીમ સાથેનો સંબંધ નવો નથી, આ અગાઉ તે બે સિઝનમાં આ જ ફ્રેન્ચાઈઝીનો હિસ્સો રહ્યો છે, જોકે 2016માં ખભાની ઈજાના કારણે તે એક પણ મેચ નહોતો રમી શક્યો. 2018માં તેણે ટીમ માટે પાંચ મેચ રમી હતી, જેમાં 6.43ના ઈકોનોમી રેટથી ચાર વિકેટ ઝડપી હતી. મુસ્તફિઝુર રહેમાન IPL 2026માં રમવાનો હતો અને ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે તેને 9 કરોડ 20 લાખમાં ખરીદ્યો હતો. જોકે, બાંગ્લાદેશમાં બે યુવાનોની હત્યા અને લઘુમતીઓ પરના અત્યાચાર બાદ ભારતમાં થયેલા વિરોધને પગલે BCCI એ KKRને મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો. મુસ્તફિઝુરને IPL માંથી બહાર કરવાના નિર્ણયથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને ત્યાંની સરકાર નારાજ થઈ અને ત્યારબાદ ઘણો વિવાદ થયો, બાંગ્લાદેશે સુરક્ષાના કારણો ધરીને T20 વર્લ્ડ કપમાં રમવા માટે ભારત આવવાનો ઈનકાર કરી દીધો. ICC દ્વારા સમજાવવા છતાં બાંગ્લાદેશ પોતાની જિદ પર અડગ રહ્યું, જેના કારણે ICCએ તેને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું. હવે તમને લાગી રહ્યું હશે કે આ નુકસાન ઓછું છે, કારણ કે તેને હવે 9.2 કરોડ રૂપિયામાંથી 6.44 કરોડ રૂપિયા મળી રહ્યા છે. પરંતુ આવું નથી, કારણ કે પાકિસ્તાની રૂપિયાની કિંમત ભારતીય રૂપિયા કરતાં ત્રણ ગણી ઓછી છે. તેથી, 6.44 પાકિસ્તાની રૂપિયા ભારતીય ચલણમાં આશરે 2 કરોડ 30 લાખ રૂપિયા બરાબર છે, તેથી મુસ્તફિઝુર રહેમાનને તેના IPLની રકમની તુલનામાં લગભગ 7 કરોડ રૂપિયા ઓછા મળી રહ્યા છે.
Related Articles
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડ...
Oct 03, 2026
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનન...
Oct 03, 2026
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિ...
Oct 03, 2026
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહેરાત, 10 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહે...
Oct 02, 2026
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
Trending NEWS
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને...
05 October, 2026
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ નાની કન્ટ...
05 October, 2026
હનુમાન અંશ'ની કમાણી 400 કરોડને પાર! કૈંચી ધામમાં ભ...
05 October, 2026
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ...
04 October, 2026
ફ્રાન્સમાં વિદ્યાર્થીઓ વિફર્યા, વાહનો સળગાવ્યા, પો...
04 October, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી...
04 October, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂ...
04 October, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હ...
04 October, 2026
મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ્હી પોલીસન...
04 October, 2026
13 કરોડ વોટની ચોરી, બેલેટ પેપરથી હવે યોજાય ચૂંટણી...
04 October, 2026