નેપાળ : ત્રિવેણી ધામથી પાછી ફરતી ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી, અનેક ઘવાયા

January 21, 2023

70થી વધુ શ્રદ્ધાળુઓ બસમાં હાજર હતા, 55ને સામાન્ય ઈજા પહોંચી

આ ઘટના મહારાજગંજ જિલ્લામાં ભારત સરહદ નજીકના નેપાળના વિસ્તારમાં બની

મહારાજાગંજ- મૌની અમાસના અવસરે નેપાળના ત્રિવેણી ધામથી સ્નાન કરી પાછા આવતા ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી એક બસ નેપાળમાં પલટી ખાઈ ગઇ હતી જેમાં અનેક લોકોને ગંભીર ઈજા થઇ હતી. ઘાયલોને નેપાળની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટના મહારાજગંજ જિલ્લામાં ભારત સરહદ નજીકના નેપાળના વિસ્તારમાં બની હતી. 


આ બસમાં ગોરખપુરના પીપીગંજ અને કેમ્પિયરગંજના 60થી 70 લોકો હાજર હતા. જેમાં ૫ની હાલત ગંભીર જણાવાઈ હતી. અન્ય ૫૫ શ્રદ્ધાળુઓને સામાન્ય ઈજા પહોંચી હતી જેમની સારવાર નેપાળના પરાસી જિલ્લાની હોસ્પિટલમાં ચાલી રહી છે. માહિતી અનુસાર આ ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બસ પલટી ખાઈ ગઇ હતી.