કુમાર મંગલમ બિરલાને પદ્મ ભૂષણ એનાયત, રાકેશ ઝુનઝુનવાલા મરણોપરાંત પદ્મશ્રીથી સન્માનિત
March 22, 2023

પૂર્વ કેન્દ્રીય મંત્રી એસ.એમ.કૃષ્ણા, પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુર અને જાણીતા ભાષાશાસ્ત્રના પ્રોફેસર કપિલ કપૂરને પદ્મ ભૂષણ
નવી દિલ્હી- આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સિવિલ ઈન્વેસ્ટિચર સમારોહમાં વર્ષ-2023 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરાયા. આ પદ્મ પુરસ્કારોમાંથી 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મ શ્રીનો સમાવેશ થાય છે. એવોર્ડ મેળવનારાઓમાં 19 મહિલાઓ પણ સામેલ છે. રાષ્ટ્રપતિએ સૌપ્રથમ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું સન્માન કર્યું હતું, તેમની પુત્રીને આ સન્માન પ્રાપ્ત કર્યું હતું. આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ ભૂષણ એનાયત કરાયું હતું.
- આ મહાનુભાવોને અપાયા એવોર્ડ
પૂર્વ કેન્દ્રીય મંત્રી એસ.એમ.કૃષ્ણાને પદ્મ વિભૂષણ
પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરને પદ્મ ભૂષણ
જાણીતા ભાષાશાસ્ત્રના પ્રોફેસર કપિલ કપૂરને પદ્મ ભૂષણ
ભારતમાં આધુનિક આર્કિટેક્ચરના પ્રણેતા બાલકૃષ્ણ દોશીને (મરણોત્તર) પદ્મ વિભૂષણ
ચોખાની 50 થી વધુ સ્વદેશી જાતોનું સંરક્ષણ કરનાર ચોખાની ખેતી કરનાર વાયનાડના કુરચિયા આદિવાસી ખેડૂત રમણ ચેરુવયલ પદ્મશ્રીથી સન્માનિત
એર ઈન્ડિયા કનિષ્ક પ્લેન બોમ્બ બ્લાસ્ટમાં પરિવારને ગુમાવ્યા બાદ ગરીબોની સેવા કરવા હેતુ સમર્પિત કાર્યકર્તા સંકુરાત્રી ચંદ્રશેખરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત
પ્રખ્યાત પડંવાની લોકગાયિકા ઉષા બારલેને પદ્મશ્રી
ચુનારા સમુદાયની સાતમી પેઢીના કમલકારી કલાકાર ભાનુભાઈ ચુનીલાલ ચિતારા, જેમણે માતાની પછેડી પેઈન્ટિંગની 400 વર્ષ જૂની કલાને જીવંત રાખી છે, તેમને પદ્મશ્રી એનાયત
ઈન્ડીજીનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરાના ભૂતપૂર્વ પ્રમુખ નરેન્દ્ર ચંદ્ર દેબબર્માને (મરણોત્તર) પદ્મશ્રી
Related Articles
300000%ની તોફાની તેજી, કૂલર બનાવનારી કંપનીએ 1 લાખના બનાવી દીધા 30 કરોડ
300000%ની તોફાની તેજી, કૂલર બનાવનારી કંપ...
May 28, 2023
ફાર્મા, જ્વેલરી, ફૂટવેર ટ્રેડમાં ભારતનો નિકાસ હિસ્સો ઘટયો
ફાર્મા, જ્વેલરી, ફૂટવેર ટ્રેડમાં ભારતનો...
May 28, 2023
રેલવેને ખુદાબક્ષ મુસાફરો પાસેથી બમ્પર કમાણી થઈ, 2200 કરોડ વસૂલ્યા
રેલવેને ખુદાબક્ષ મુસાફરો પાસેથી બમ્પર કમ...
May 27, 2023
ગૌતમ અદાણીએ એક દિવસમાં 5 અબજપતિઓને પાછળ છોડી દીધા, ટોપ-20માં ધમાકેદાર વાપસી
ગૌતમ અદાણીએ એક દિવસમાં 5 અબજપતિઓને પાછળ...
May 24, 2023
એમેઝોનનાં જેફ બેઝોસે કરી ગર્લફ્રેન્ડ સાથે સગાઈ, કાન્સમાં રિંગ સાથે દેખાઈ લોરેન
એમેઝોનનાં જેફ બેઝોસે કરી ગર્લફ્રેન્ડ સાથ...
May 23, 2023
સામાન્ય જનતાને મોટી રાહત, તેલની કિંમતમાં ઘટાડો..જાણો નવા ભાવ
સામાન્ય જનતાને મોટી રાહત, તેલની કિંમતમાં...
May 21, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023