PMમોદીએ 17,300 કરોડના વિકાસના કાર્યોની આપી ભેટ,પ્રથમ હાઇડ્રોજન હબ પોર્ટનો સમાવેશ

February 28, 2024

PM મોદી આજે તમિલનાડુમાં છે. તેઓએ ગઇ કાલે એક સભા સંબોધી હતી ત્યારે આજે તેઓ તમિલનાડુના થૂથુકુડીમાં છે. તેમણે અહીં 17 હજાર 300 કરોડના વિકાસની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે પીએમ મોદીએ સભા સંબોધનમાં વિપક્ષ પર સીધા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ થૂથુકુડીમાં ગ્રીન બોટ પહેલ હેઠળ ભારતનું પ્રથમ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ અંતર્દેશીય જળમાર્ગ જહાંજને લીલીઝંડી દેખાડી હતી.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે તમિલનાડુ થૂથુકુડીમાં પ્રગતિનો નવો અધ્યાય લખી રહ્યું છે. અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ્સ વિકસિત ભારતના રોડમેપનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ પ્રોજેક્ટ્સમાં 'વન ઈન્ડિયા ધ સ્પિરિટ ઓફ 'શ્રેષ્ઠ ભારત' પણ જોવા મળશે.

પીએમ મોદીએ સંબોધન દરમિયાન જણાવ્યું કે મારે તમિલનાડુ અને દેશના લોકોને એક સત્ય કહેવાની જરૂર છે, સત્ય કડવું છે. હું સીધો દોષ UPA સરકાર પર નાખવા માંગુ છું. આ પ્રોજેક્ટ્સ જે હું આજે લઈને આવ્યો છું એ દાયકાઓથી લોકોની માંગ હતી. આજે અહીં જે લોકો સત્તામાં છે તેઓ ત્યારે દિલ્હીમાં બેસીને સરકાર અને આ વિભાગ ચલાવતા હતા પરંતુ તેમને વિકાસની ચિંતા નહોતી.