PM મોદીએ જૂના સંસદ ભવનનું નામ 'સંવિધાન સદન' રાખ્યું
September 19, 2023

નવી દિલ્હી : સંસદને સંબોધન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંધારણની કોપી સાથે નવી સંસદ ભવન માટે રવાના થયા છે. તમામ સાંસદો પણ તેમની સાથે છે. આ યાત્રા નવી સંસદમાં પહોંચ્યા બાદ જ આજે સંસદની કાર્યવાહી શરૂ થશે.
નવી સંસદ ભવન તરફ જતા પહેલા જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં PM મોદીનું સંબોધન કર્યું હતું. મોદીએ કહ્યું- આજથી નવી સંસદમાં શ્રીગણેશ કરી રહ્યા છીએ. PM મોદીએ સૌને ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવી હતી.
પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત ગણેશ ચતુર્થીની શુભકામનાઓ સાથે કરી હતી. તેમણે કહ્યું કે આપણે નવા સંસદભવનમાં નવા ભવિષ્યના શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છીએ. આજે, વિકસિત ભારતના સંકલ્પને પુનરાવર્તિત કરીને ફરી એકવાર સંકલ્પબદ્ધ થઈને તેને પૂર્ણ કરવાના ઈરાદા સાથે નવી સંસદ તરફ આગળ વધી રહ્યા છીએ. એક રીતે આ ભવન અને આ સેન્ટ્રલ હોલ પણ આપણી લાગણીઓથી ભરેલો છે.
અહીંથી જ ચાર હજારથી વધુ કાયદા પાસ કરવામાં આવ્યા હતા
આઝાદી પહેલા આ વિભાગનો ઉપયોગ એક પ્રકારની લાઈબ્રેરી તરીકે થતો હતો. બાદમાં અહીં બંધારણ સભાની બેઠક શરૂ થઈ. અહીં ચર્ચા બાદ આપણું બંધારણ ઘડવામાં આવ્યું હતું. અહીં જ 1947માં બ્રિટિશ સરકારે સત્તા સોંપી હતી. આ સેન્ટ્રલ હોલ પણ એ પ્રક્રિયાનો સાક્ષી છે. આપણું રાષ્ટ્રગીત અને તિરંગો પણ અહીં અપનાવવામાં આવ્યો હતો. અહીંથી જ ચાર હજારથી વધુ કાયદા પાસ કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે જો આપણે આ ભવનને માત્ર જૂની સંસદ કહીને છોડી દઈએ તો આવું ન થવું જોઈએ. તેથી, હું તમને વિનંતી કરું છું કે ભવિષ્યમાં, જો દરેક સંમત થાય, તો તેને 'સંવિધાન સદન' તરીકે ઓળખવામાં આવે. જેથી તે હંમેશા ભાવિ પેઢી માટે પ્રેરણા બની રહે. જ્યારે આપણે તેને 'સંવિધાન સદન' કહીએ છીએ, ત્યારે તે આપણને તે મહાપુરુષોની પણ યાદ અપાવશે જેઓ એક સમયે બંધારણ સભામાં બેસતા હતા. ભાવિ પેઢીને આ ભેટ આપવાની તક ગુમાવવી જોઈએ નહીં.
પીએમ મોદીએ કહ્યું કે મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું - આ જ સમય છે, આ યોગ્ય સમય છે. એક પછી એક ઘટનાઓ પર નજર કરીએ તો દરેક ઘટના એ વાતની સાક્ષી છે કે આજે ભારત એક નવી ચેતના સાથે જાગ્યું છે. ભારત એક નવી ઉર્જાથી ભરેલું છે. આ ચેતના અને ઉર્જા કરોડો લોકોના સપનાઓને સંકલ્પોમાં પરિવર્તિત કરી શકે છે અને તે સંકલ્પોને વાસ્તવિકતામાં ફેરવી શકે છે.
Related Articles
'હું આ બિલના સમર્થનમાં, પરંતુ OBC અનામતની જોગવાઈ હોવી જોઈએ', લોકસભામાં રાહુલ ગાંધીનું નિવેદન
'હું આ બિલના સમર્થનમાં, પરંતુ OBC અનામતન...
Sep 20, 2023
'જમ્મુ-કાશ્મીર ન જશો, સુરક્ષાને જોખમ છે...' વિવાદ વચ્ચે કેનેડાએ નાગરિકો માટે જાહેર કરી 'એડવાઈઝરી'
'જમ્મુ-કાશ્મીર ન જશો, સુરક્ષાને જોખમ છે....
Sep 20, 2023
MP Election 2023: ચૂંટણી પહેલા CM શિવરાજના ગઢમાં મોટું ભંગાણ
MP Election 2023: ચૂંટણી પહેલા CM શિવરાજ...
Sep 20, 2023
હું મહિલા અનામત બિલના સમર્થનમાં, વિલંબ વિના અમલ જરૂરી, સોનિયા ગાંધીનું સંસદમાં નિવેદન
હું મહિલા અનામત બિલના સમર્થનમાં, વિલંબ વ...
Sep 20, 2023
'સનાતન ધર્મને ખતમ કરવો પડશે': તમિલનાડુ CMના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનની ફરી જીભ લપસી
'સનાતન ધર્મને ખતમ કરવો પડશે': તમિલનાડુ C...
Sep 20, 2023
વિધ્નહર્તાનો 360 કરોડનો વીમો, 66 કિલો સોનું પહેરી બન્યા સૌથી ધનિક
વિધ્નહર્તાનો 360 કરોડનો વીમો, 66 કિલો સો...
Sep 20, 2023
Trending NEWS

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023