PM મોદીએ કહ્યું, બજેટથી તમામ વર્ગના લોકોનું સપનું પુરુ થશે

February 01, 2023

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારામણ દ્વારા સંસદમાં રજુ કરાયેલા બજેટ-2023 અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કરોડો વિશ્વકર્મા આ દેશના નિર્માતા છે. શિલ્પકારો, કારીગરો, બધા જ દેશ માટે સખત મહેનત કરી રહ્યા છે. આ બજેટ દ્વારા દેશમાં પહેલીવાર અનેક શ્રેષ્ઠ યોજનાઓ આવી છે. આવા લોકો માટે ટેકનોલોજી, ક્રેડિટ અને માર્કેટની યોજના બનાવાઈ છે. પીએમ વિશ્વકર્મા યોજના એટલે કે વિકાસ આ વિશ્વકર્માઓ માટે મોટો બદલાવ લાવશે.

તેમણે વધુમાં કહ્યું કે, ગામડાઓમાં રહેનારી મહિલાઓથી લઈને શહેરી મહિલાઓ માટે સરકારે ઘણા પગલાઓ ઉઠાવ્યા છે. આવા અનેક પગલાઓને સંપૂર્ણ તાકાત સાથે આગળ વધારવામાં આવશે. ઉપરાંત મહિલાઓના સ્વ-સહાય જૂથે ભારતમાં મોટું સ્થાન મેળવી આગળ આવી રહી છે. આ જૂથોને વધુ મજબુત કરવા માટે બજેટમાં નવી પહેલ કરવામાં આવી છે. મહિલાઓ માટે એક વિશેષ બજેટ યોજના પણ શરૂ કરવામાં આવી રી છે. જનધન એકાઉન્ટ બાદ આ વિશેષ બચત યોજના મધ્યમ પરિવારની માતાઓને મોટો ફાયદો કરાવશે.