બેલ્ઝિયમમાં આંદોલન કરી રહેલા ખેડૂતો પર પોલીસનો અત્યાચાર, ટીયર ગૅસના શેલ છોડાયા

February 28, 2024

હાલમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આવો જ એક દેશ છે બેલ્જિયમ જ્યાં ખેડૂતો પોતાની માંગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મંગળવારે સાંજે અહીં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન ખેડૂતોએ તેમના પર પ્રવાહી ખાતરનો છંટકાવ કરીને અને ઇંડા ફેંકીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. યુરોપિયન યુનિયનના કૃષિ પ્રધાનને ખેડૂતોની ચિંતાઓને દૂર કરવા માટે માર્ગ શોધી રહ્યા છે.

બેલ્જિયમમાં આંદોલનકારી ખેડૂતોએ પોતાની તાકાત બતાવવા માટે નવો રસ્તો અપનાવ્યો છે. તેમને રોકવાના પ્રયાસમાં, જ્યારે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને વોટર કેનનનો ઉપયોગ કર્યો, ત્યારે ખેડૂતોએ તેમના પર પ્રવાહી ખાતર છાંટ્યું. ઉલ્લેખનીય છે કે હાલમાં યુરોપના ઘણા દેશોમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

બેલ્જિયમના ખેડૂતો લાલ ટેપ અને એવા દેશોમાંથી સસ્તી આયાત પર ગુસ્સે છે જે EUના ઉચ્ચ ધોરણોને પૂર્ણ કરવા માટે બંધાયેલા નથી. અહેવાલો અનુસાર, બ્રસેલ્સ પોલીસે જણાવ્યું કે લગભગ 900 ખેડૂતો ટ્રેક્ટર પર સવાર થઈને શહેરમાં પહોંચ્યા હતા. આ લોકો યુરોપિયન યુનિયન બિલ્ડિંગની નજીક પહોંચ્યા જ્યાં મંત્રીઓ મીટિંગ કરી રહ્યા હતા. ખેડૂતોના આંદોલનને ડામવા પોલીસે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. જેના જવાબમાં ખેડૂતોએ તેમના પર ખાતરનો છંટકાવ કર્યો હતો.