પ્રિયંકા ચોપરાએ હોલીવૂડની કોમેડી ફિલ્મ સાઇન કરી

April 16, 2025

મુંબઇ : પ્રિયંકા ચોપરાને હોલીવૂડની વધુ એક ફિલ્મ મળી છે. આ ફિલ્મ કોમેડી જોનરની હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાંં તે માઇકલ પેના, વિલ ફેરેલ અને જૈક એફ્રોન સાથે કામ કરશે. પ્રિયંકાની આ નવી  ફિલ્મનું  હજુ ટાઈટલ નક્કી થયું નથી. આ ફિલ્મનું દિગ્દર્શન નિકોલસ સ્ટોલર કરવાનો છે. આ ફિલ્મની વાર્તા એક ટીવી જજ પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરાએ બોલીવૂડ, સાઉથ અને હોલીવૂડ ત્રણેય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગપેસારો કરી દીધો છે. તેણે મહેશબાબુની સાથે સાઉથની ફિલ્મ સાઇન કરી છે. ઋતિક રોશન સાથેની 'ક્રિશ ફોર'માં પણ તે દેખાવાની હોવાનું કહેવાય છે.   જોકે, ભારતની સાથે સાથે તે હોલીવૂડમાં પણ એક પછી એક પ્રોજેક્ટ મેળવી રહી છે.