સંવિધાનમાં હિન્દુ રાષ્ટ્ર માટે સંશોધન થવું જોઇએ.- ધીરેન્દ્ર શાસ્ત્રી

June 03, 2023

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ છેલ્લા 10 દિવસથી ગુજરાતના પ્રવાસે છે અને આજે વડોદરામાં બાગેશ્વર બાબાના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. 

બાગેશ્વર બાબાએ ગુજરાતીઓ વિશે વાતચીત કરી છે. જેમાં  તેમણે હિંદુ રાષ્ટ્રની સ્થાપના અંગે પણ વાત કરી છે. શું બાગેશ્વર બાબા એક ચોક્કસ સમુદાયના વિરોધી છે તેવો સવાલ પૂછાતાં તેનો પણ બાબાએ જવાબ આપ્યો છે. પહેલીવાર બાબા આ મુદ્દે ખુલીને બોલ્યા છે.


હિન્દુઓના હૃદયમાં હિન્દુ રાષ્ટ્રની માગ ઉઠવી જોઇએ. પાગલનો અર્થ મેન્ટલ નથી, પોતાની લગનમાં પરમાત્માને મેળવે તે પાગલ છે. સનાતનનો અર્થ એટલે પ્રાચીન, પુરાતન, ના આદી ના અંત, ધારણા, માનવતા. સનાતન કોઇ વિશેષ વ્યક્તિ માટે દરજા માટે વ્યવસ્થા નથી. સનાતન એટેલ વિશ્વ કલ્યાણ. ભારતનો સનાતન એક એવો ધર્મ છે જ્યાં ભારતના મંદિરોના ઘંટમાં જયકારો લાગે છે કે વિશ્વનું કલ્યાણ થાય. 

હિન્દુ રાષ્ટ્રની કલ્પના ના રાજસત્તાથી ના ધર્મસત્તાથી પૂરી થાય એતો જનસત્તાથી થશે. હું લગ્ન કરવાનો છું પણ ક્યારે કરી એ હજી નક્કી નથી. ગુરૂ અને માતા પિતાની આજ્ઞાનું પાલન કરીશે. સંવિધાનમાં હિન્દુ રાષ્ટ્ર માટે સંશોધન થવું જોઇએ.