2030 સુધી ઘરનું 40% કામ રોબોટ કરશે પરંતુ પ્રાઈવસી પર જોખમ: AI એક્સપર્ટ
March 05, 2023

દિલ્હી- ટેકનોલોજીએ દુનિયાને ઝડપથી બદલી છે. હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે આ પરિવર્તનમાં ઝડપ આવી છે. સંભવ છે કે એક દાયકામાં દુનિયા એટલી બદલી જાય કે તેની કલ્પના પણ અત્યારે કરવી મુશ્કેલ છે. બ્રિટન અને જાપાનના 65 AI નિષ્ણાતોના ઈન્ટરવ્યુ બાદ તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર આ દાયકાના અંત સુધી દુકાનો પર માણસોની જરૂર પડશે નહીં. ખરીદીમાં ખર્ચ થનારા સમયમાં 60% સુધી ઘટાડો થઈ જશે.
AI દ્વારા દુકાન-મોલની સુરક્ષાથી લઈને બિલિંગ, સફાઈથી લઈને સ્ટોરેજ સુધી તમામ બાબતો રોબોટ કરશે. ઘરના મોટાભાગના કામ ઓટોમેશન પર થશે. નિષ્ણાત કહે છે કે કચરા-પોતુ, વાસણ ધોવા, જમવાનું બનાવવા જેવા ઘરોમાં 39% કામ રોબોટ કરશે. જોકે બાળકો અને વૃદ્ધોની સારસંભાળમાં આ દાયકાના અંત સુધી AIની ખૂબ વધારે મદદ મળવાની આશા નથી.
ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં AI અને સોસાયટીના પ્રોફેસર કહે છે કે સ્માર્ટ ટેકનોલોજીના આ સમયમાં પ્રાઈવસી પર ખૂબ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે. એલેક્ઝા અને ઓટોમેશન ડિવાઈસ દરેક બાબત રેકોર્ડ કરે છે. વાતોથી લઈને હરકતો સુધી દરેક બાબત પર એક પ્રકારનું સર્વિલાન્સ થઈ ગયુ છે. AI ટેકનોલોજી જેમ-જેમ સ્માર્ટ થતી જઈ રહી છે. આપણી પ્રાઈવસી જોખમમાં પડતી જઈ રહી છે. આ દાયકાના અંત સુધી માણસો માટે પોતાની પ્રાઈવસી બચાવવી મુશ્કેલ થશે.
આ પ્રાઈવસી પર એવો હુમલો છે, જે માટે સોસાયટી બિલકુલ તૈયાર નથી પરંતુ આનાથી સમાજમાં મહિલા-પુરૂષમાં સમાનતાનું સ્તર વધશે. જાપાનમાં પુરૂષોની સરખામણીએ મહિલાઓ ઘરનું પાંચ ગણુ વેતન વિનાનું કામ કરે છે. આ કારણે તેમની પાસે સમયની બચત હોતી નથી.
બીજો રિપોર્ટ જણાવે છે કે આખી દુનિયામાં ઘરના કામના કારણે મહિલાઓ પુરૂષોના સમાન પ્રગતિ કરી શકતી નથી. સ્માર્ટ ઘરોમાં મહિલાઓ પાસે પણ પુરૂષો જેટલો સમય બચશે જેનાથી સમાજમાં સમાનતા આવશે. AIના આટલા પ્રભાવ હોવા છતાં આ બધા માટે ઉપલબ્ધ નથી. AI ટેકનોલોજીને સસ્તુ થવામાં લાંબો સમય લાગશે. આ દાયકાના અંત સુધી એ એટલી મોંઘી થશે કે વિશ્વમાં અમુક સમૃદ્ધ લોકો જ આનો ઉપયોગ કરી શકશે. મોટાભાગની સ્માર્ટ ટેકનોલોજી સામાન્ય લોકોની પહોંચથી બહાર હશે.
Related Articles
ચીન: 19 વર્ષમાં પહેલીવાર બીજિંગની વસતીમાં ઘટાડો નોંધાયો
ચીન: 19 વર્ષમાં પહેલીવાર બીજિંગની વસતીમા...
Mar 24, 2023
ભૂકંપથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન, અત્યાર સુધીમાં 9ના મોત અને 100થી વધુ ઘાયલ
ભૂકંપથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન, અત્યાર સ...
Mar 22, 2023
બ્રિટનમાં ભારતીય તિરંગાનું અપમાન કરનાર અવતાર સિંહ ખાંડાની ધરપકડ
બ્રિટનમાં ભારતીય તિરંગાનું અપમાન કરનાર અ...
Mar 21, 2023
ભારતના ભારે વિરોધ છતાં ઇન્ટરપોલે વોન્ટેડ લિસ્ટમાંથી મેહુલ ચોકસીનું નામ દૂર કર્યુ
ભારતના ભારે વિરોધ છતાં ઇન્ટરપોલે વોન્ટેડ...
Mar 21, 2023
ચીન અને તાઇવાન નજીક આવી રહ્યા છે ? અમેરિકાને આંચકો લાગે છે
ચીન અને તાઇવાન નજીક આવી રહ્યા છે ? અમેરિ...
Mar 21, 2023
ખાલીસ્તાની દેખાવકારોથી દૂતાવાસને રક્ષવા બ્રિટને ભારતને આપેલી ખાતરી
ખાલીસ્તાની દેખાવકારોથી દૂતાવાસને રક્ષવા...
Mar 21, 2023
Trending NEWS

24 March, 2023

24 March, 2023

23 March, 2023

23 March, 2023

23 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023