30 વર્ષ બાદ શનિ-શુક્રની યુતિ, 2026માં ત્રણ રાશિના જાતકો પર થશે ધનવર્ષા

November 10, 2025

નવું વર્ષ 2026 શરૂ થવામાં હવે થોડો જ સમય બાકી રહ્યો છે. શનિ અને શુક્રની ચાલની દ્રષ્ટિએ આ વર્ષ ખૂબ જ ખાસ રહેશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 30 વર્ષ પછી મીન રાશિમાં શુક્ર અને શનિની યુતિ બનવા જઈ રહી છે. માર્ચ મહિનામાં શુક્ર મીન રાશિમાં ગોચર કરશે. આ રાશિમાં શનિ પહેલાથી જ બિરાજમાન છે. આવી સ્થિતિમાં જ્યોતિષીઓનું કહેવું છે કે મીન રાશિમાં શનિ અને શુક્રની યુતિ 2026માં ત્રણ રાશિઓને લાભ કરાવશે.

વૃષભ રાશિ

શુક્ર અને શનિની યુતિ વૃષભ રાશિના જાતકો માટે લાભદાયી પરિણામો લાવી શકે છે. વર્ષ 2026માં તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. રોકાણના મામલે તમને ફાયદો થઈ શકે છે. તમારા બાળકની પ્રગતિથી મન પ્રસન્ન રહેશે. કાર્યસ્થળ પર તમારી પ્રતિષ્ઠા અને માન-સન્માન વધશે. પ્રગતિની નવી તકો પ્રાપ્ત થશે. કૌટુંબિક અને સામાજિક સ્તરે પણ તમારી ઓળખ મજબૂત થશે. તમારી વાણીમાં મિઠાસ વધશે. લોકો તમારા વાતોથી પ્રભાવિત થશે.

મકર રાશિ

મકર રાશિના જાતકોને પણ શુક્ર અને શનિની આ યુતિ શુભ પરિણામો આપશે. આ દરમિયાન નવા લોકો સાથે તમારો સંપર્ક વધશે, જેનાથી તમારું સામાજિક વર્તુળ વિસ્તૃત થશે. લેખન, મીડિયા અને સંચાર સાથે સંકળાયેલા લોકોને વિશેષ લાભ થવાના યોગ છે. આ સમય આત્મબળ, આત્મવિશ્વાસ અને સફળતા વધારવા માટે ઉત્તમ રહેશે. બિઝનેસમાં તમને મોટી ડીલ મળી શકે છે. તમારા માટે નવી નોકરી, વાહન અથવા સંપત્તિ ખરીદવાના યોગ પણ બની રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તમારી ઘણી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે.

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે પણ શુક્ર અને શનિની યુતિ સકારાત્મક પરિણામો લાવશે. આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને સામાજિક ક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. માન, પ્રતિષ્ઠા અને લોકપ્રિયતામાં વધારો થશે. પરિણીત જાતકોનું દાંપત્ય જીવન સુખી રહેશે. જ્યારે કુંવારા જાતકોને લગ્ન પ્રસ્તાવ મળી શકે છે. કારકિર્દીમાં પ્રગતિની તકો મળશે અને આ સમય નોકરી બદલવાનું વિચારી રહેલા લોકો માટે અનુકૂળ રહેશે. આર્થિક સ્તિતિ મજબૂત થશે અને ધન-સંપત્તિમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે.