UAEના પ્રેસિડેન્ટ પાસેથી લોન માંગતા શરમ આવે છે : શાહબાઝ શરીફ

January 23, 2023

સાઉદી અરબે 2 ડોલર અને યૂએઇને 1 અરબ ડોલર આપવાનું વચન આપ્યું


પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ હાલમાં જ યુએઈની મુલાકાત દરમિયાન દેશ માટે લોન માંગતી વખતે તેમને કેવા માનસિક તણાવ અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શાહબાઝના જણાવ્યા અનુસાર યુએઈમાં મારે જે બાબતોનો સામનો કરવો પડ્યો હતો તેનો ઉલ્લેખ પાકિસ્તાનના વજીર-એ-આઝમ તરીકે કરવો જરૂરી છે. મારે ત્યાં ઘણી મૂંઝવણનો સામનો કરવો પડ્યો.


શાહબાઝ એક સપ્તાહ પહેલા જ વિદેશ પ્રવાસે ગયો હતો. તેમણે જીનીવામાં ક્લાઇમેટ સમિટમાં ભાગ લીધો હતો. આ પછી તે સાઉદી અરેબિયા અને ત્યાર બાદ યુએઈ ગયો હતો. ત્રણેય જગ્યાએ તેમણે લોન માંગી હતી. સાઉદી અરબે 2 ડોલર અને યૂએઇને 1 અરબ ડોલરની ગેરેન્ટી ડિપોઝિટ આપવાનું વચન આપ્યું હતું. પાકિસ્તાન સરકાર આને ખર્ચી શકે તેમ નથી.


હું બે દિવસ પહેલા જ યુએઈથી આવ્યો છું. ત્યાંના પ્રમુખ છે, મારા મોટાભાઈ મોહમ્મદ બિન ઝાયેદ. તેણે ખૂબ જ પ્રેમથી વર્તન કર્યું. પહેલાં તો મેં નક્કી કર્યું હતું કે હું તેમની પાસેથી વધુ લોન નહીં માગું, પણ પછી છેલ્લી ઘડીએ મેં નક્કી કર્યું અને તેમની પાસેથી વધુ લોન માગવાની હિંમત એકઠી કરી. મેં તેને કહ્યું, "સાહેબ, તમે મારા મોટાભાઈ છો. મને ખૂબ શરમ આવે છે, પરંતુ શું કરવું તે એક મોટી મજબૂરી છે. આપણી અર્થવ્યવસ્થા વિશે આપ સૌ જાણો છો. મને એક અબજ ડોલર વધુ આપો.