ઝારખંડના પૂર્વ CM શિબૂ સોરેનનુ નિધન

August 04, 2025

ઝારખંડના પૂર્વ સીએમ શિબૂ સોરેનનુ નિધન થયુ છે. દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા. 81 વર્ષીય શિબૂ સોરેનના નિધનથી સીએમ હેમંત સોરેને કહ્યું કે હું શૂન્ય થઇ ગયો, ગુરુજી ચાલ્યા ગયા. મહત્વનું છે કે શિબૂ સોરેનને જુલાઇ મહિનામાં કિડનીની સમસ્યાને કારણે હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. તેમની સ્થતિ નાજુક હોવાથી વેન્ટિલેટર પર રાખ્યા હતા. શિબૂ સોરેનના નિધન પર પુત્ર હેમંત સોરેને ટ્વિટ કરીને દુઃખની લાગણી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આદરણીય દિશોમ ગુરુજી અમને છોડીને ચાલ્યા ગયા. આજે હું શૂન્ય થઇ ગયો છું.

શિબૂ સોરેનની રાજકીય સફર

  • તેઓ ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક આશ્રયદાતા હતા.
  • ચાર દાયકાની તેમની રાજકીય કારકિર્દીમાં, શિબુ સોરેન આઠ વખત લોકસભામાં ચૂંટાયા હતા અને બે વાર રાજ્યસભાના સાંસદ હતા. જેનો તેમનો બીજો કાર્યકાળ હજુ પણ ચાલુ હતો.
  • તેઓ ત્રણ અલગ અલગ પ્રસંગોએ ઝારખંડના મુખ્યમંત્રી બન્યા અને કેન્દ્રીય મંત્રી તરીકે પણ સેવા આપી.
  • શિબુ સોરેન, એક કટ્ટર આદિવાસી નેતા હતા.
  • લગભગ ચાર દાયકા સુધી પાર્ટીનું નેતૃત્વ કર્યું.
  • તેમણે 1987 માં ઝારખંડ મુક્તિ મોરચાની બાગડોર સંભાળી અને એપ્રિલ 2025 સુધી તેના પ્રમુખ રહ્યા