સિલિકોન વૈલી બેંકે સત્તાવાર રીતે નાદારી નોંધાવી

March 17, 2023

ધ સ્પેક્ટેટર ઇન્ડેક્સ દ્વારા કરવામાં આવેલી ટ્વિટ અનુસાર, સિલિકોન વેલી બેંકે સત્તાવાર રીતે નાદારી નોંધાવી છે. અહેવાલો અનુસાર, સિલિકોન વેલી બેંકે ચેપ્ટર 11 નાદારી સુરક્ષા માટે અરજી કરી છે. આ અઠવાડિયે SVB ફાઇનાન્શિયલ ગ્રૂપ, તેના સીઇઓ અને તેના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસરને ક્લાસ એક્શન મુકદ્દમામાં નિશાન બનાવવામાં આવ્યા બાદ આ સમાચાર આવ્યા છે.


એક અંદાજ મુજબ બેંકની નાદારીના કારણે 1 લાખથી વધુ લોકોની રોજગારી જોખમમાં છે. તેની સીધી અસર 10,000 થી વધુ સ્ટાર્ટઅપ પર પડી શકે છે. નેશનલ વેન્ચર કેપિટલ એસોસિએશન (NVCA) ના ડેટા અનુસાર, સિલિકોન વેલી બેંક પાસે 37,000 થી વધુ નાના બિઝનેસ એકાઉન્ટ્સ છે જેમાં ખાતાધારક દીઠ $250,000 થી વધુની થાપણો છે.


સિલિકોન વૈલી બેંક અંગેના આ સમાચાર સામે આવતાની સાથે જ ફાઈનાન્સ સેક્ટરમાં હડકંપ મચી ગયો છે. ઉલ્લેખનીય છેકે, ઢગલાબંધ લોકો આ બેંક સાથે આર્થિક વ્યવહારો કરતા હતાં. ત્યારે હવે જ્યારે આ બેંકે સત્તાવાર રીતે નાદારી જાહેર કરી દીધી છે તે દરેકને પોતાના નાણાનો ડર સતાવી રહ્યો હોય તે સ્વભાવિક છે.